125 મહિલાઓ, યુવતીઓ સાથે રેપ, બાળકીઓને પણ નહીં છોડી
દક્ષિણ સુદાનમાં મહિલાઓ અને છોકરીઓ સાથે બળાત્કારની ભયાનક ઘટનાઓ સામે આવી છે. છેલ્લા 10 દિવસમાં અહીં 125 મહિલાઓ અને છોકરીઓ સાથે બળાત્કાર થયાની ઘટના સામે આવી છે.
દક્ષિણ સુદાનમાં મહિલાઓ અને છોકરીઓ સાથે બળાત્કારની ભયાનક ઘટનાઓ સામે આવી છે. છેલ્લા 10 દિવસમાં અહીં 125 મહિલાઓ અને છોકરીઓ સાથે બળાત્કાર થયાની ઘટના સામે આવી છે. મહિલાઓ સાથે થઇ રહેલી યૌનશોષણ ઘટના વિશે જાણીને બધા જ લોકો હેરાન છે અને કેટલાક લોકો તેમની મદદ માટે આગળ પણ આવી રહ્યા છે. સીમાપારથી ડોક્ટરો આ મહિલાઓના ઉપચાર માટે આવી રહ્યા છે.

ગર્ભવતી મહિલાઓ અને બાળકીઓ સાથે પણ રેપ
છેલ્લા 10 દિવસમાં મહિલાઓ સાથે રેપની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારપછી પીડિત મહિલાઓને ઉપચાર માટે રાહત કેમ્પ મોકલવામાં આવી રહી છે. બધી જ મહિલાઓનો અહીં ચેરિટી હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે. પીડિત મહિલાઓ ઘ્વારા ડોક્ટરોને જણાવવામાં આવ્યું કે હુમલો કરનાર ઘરડી મહિલાઓ, ગર્ભવતી મહિલાઓને અને બાળકીઓને પણ નથી છોડી રહ્યા. તેઓ 10 વર્ષની માસૂમ બાળકીઓ સાથે પણ બળાત્કાર કરે છે.

બધું જ લૂંટી રહ્યા છે
સ્થાનીય સમાચાર એજેન્સી થી રૂથ ઓકેલો નામના એક વ્યક્તિએ કહ્યું કે અહીંના સ્થિતિ વર્ણવી પણ ના શકાય એટલી ખરાબ છે. મહિલાઓના કપડાં, બુટ, ચપ્પલ પણ લૂંટવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ લોકોનું રાશનકાર્ડ પણ ઝૂંટવી લઈને સળગાવવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મિશનના મુખ્યા ડેવિડ શિયાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ કરતૂત કેટલાક લોકો ઘ્વારા કરવામાં આવી છે, જેઓ આર્મીના પોશાકમાં આવ્યા હતા. આ આખી ઘટના વિશે સુદાન સરકાર ઘ્વારા કોઈ પણ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

ચાર વર્ષથી સિવિલ વોર ચાલી રહ્યું છે
આપણે જણાવી દઈએ કે દક્ષિણ સુદાનમાં છેલ્લા ચાર વર્ષથી સિવિલ વોર ચાલી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર અહીં 382000 લોકોને મારી નાખવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે વિદ્રોહીઓ પાસે ભારે માત્રામાં હથિયાર છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને આ હથિયારો મોટા દેશો ઘ્વારા આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
