વડોદરા શહેર પોલીસ આયોજીત તિરંગા યાત્રામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જોડાયા
વડોદરા શહેર પોલીસ આયોજીત તિરંગા યાત્રામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જોડાયા
આઝાદી ના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. ત્યારે, વડોદરા જિલ્લાતંત્ર પણ તેમાં જોડાયુ છે. વડોદરામાં સરકારી ઇમારતો અને પ્રાચિન સ્થાપત્યો પર તિરંગા લહેરાવવામાં આવ્યા છે, રોશની કરવામાં આવી છે. આ સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા યાત્રામાં જોડાયા હતા.

મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, તિરંગો એ દેશની આન,બાન અને શાન છે. હર ઘર તિરંગા અભિયાનથી દેશ કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક છે તેની પ્રતીતિ થઈ રહી છે. વડોદરાની તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્ર ભક્તિની અદભુત અનુભૂતિ થઈ રહી છે. રાષ્ટ્રપ્રેમ તેની ઊર્ધ્વ ગતિએ હોય એવો માહોલ ઉભો થયો છે. શહેરવાસીઓ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. આ અભિયાનને સમગ્ર દેશમાં પ્રચંડ પ્રતિસાદ સાંપડયો છે.
વડોદરા શહેરમાં પોલીસ દ્વારા યોજાયેલ આ તિરંગા યાત્રામાં શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ, એમ.એસ. યુનિ.ના કુલપતિ ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ, પોલીસ જવાનો, શી ટીમ, ટ્રાફિક બ્રિગેડ સહિત એન.સી.સી કેડેટ કોપ્સ જોડાયા હતા.












Click it and Unblock the Notifications
