ગુજરાતઃ 'ગે' પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલ સહિત 50થી વધુ ટ્રાન્સજેન્ડર ભાજપમાં જોડાયા

વડોદરા શહેરમાં ટ્રાન્સજેન્ડર સમાજને પણ પાર્ટીનુ સભ્યપદ આપવામાં આવ્યુ.

વડોદરાઃ ગુજરાતમાં યોજાનાર મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયત ચૂંટણીના ભણકારા વાગવા લાગ્યા છે. સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પોતાનો પૂરો દમ લગાવી રહ્યા છે. ભાજપના ચૂંટણી અભિયાન હેઠળ શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ વધુને વધુ સભ્યોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં વડોદરા શહેરમાં ટ્રાન્સજેન્ડર સમાજને પણ પાર્ટીનુ સભ્યપદ આપવામાં આવ્યુ. જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો તેમાં 50થી વધુ ટ્રાન્સજેન્ડરને ભાજપ જોઈન કરાવવામાં આવ્યુ.

gujarat news

આ દરમિયાન સૌથી વધુ ધ્યાન 'ગે' રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલે ખેંચ્યુ. તે પણ ભાજપના બની ગયા. તે ભાજપના સભ્યપદવાળા કાર્યક્રમનુ મુખ્ય આકર્ષણ બની ગયા. એક ભાજપ નેતાએ કહ્યુ કે રાજપીપળાના રૉયલ ફેમિલીના 'ગે' રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલે ભાજપનો પાલવ પકડી લીધો છે. આ દરમિયાન માનવેન્દ્ર સિંહ ગોહિલે કહ્યુ કે આજે પણ ટ્રાન્સજેન્ડર સમાજને સમાનતાનો દરજ્જો મળી શક્યો નથી. હવે અમે ખુદ રાજનીતિમાં જઈને પોતાના સમાજ માટે અવાજ ઉઠાવીશુ.

ઉલ્લેખનીય છે કે આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર મહાનગરપાલિકા ચૂંટણીની જીતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પંચની યોજના અનુસાર 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X