World Organ Donation Day - પુત્રીના હૃદયે આપ્યું નવુ જીવન તો માતાને મળ્યો પુત્ર
અમિતા અને 26 વર્ષીય લાલજી વચ્ચે 'દિલ કા રિશ્તા' છે, જે અમિતા અને તેના પતિએ અકસ્માત બાદ તેની બ્રેઇન ડેડ બાદ તેમની 21 વર્ષીય ફેશન ડિઝાઇનર્સ પુત્રીના અંગોનું દાન કરવાનું નક્કી કર્યા બાદ બંધાયો હતો.
World Organ Donation Day - સુરત નિવાસી અમિતા પટેલે એક દીકરી ગુમાવી પણ સામે એક દીકરો મેળવ્યો જે હૃદય પરિવર્તન સાથે શક્ય બન્યું હતું. અમિતા પટેલ જે પોતાની ફેશન ડિઝાઈનર બનવા માંગતી પુત્રી જાહન્વીને ગુમાવ્યા બાદ દુઃખી થઈ ગઈ હતી, અમિતાને જ્યારે દીકરીની યાદ આવશે, ત્યારે લાલજીને તેને બોલાવશે.
લાલજીમાં જાહન્વીનું હૃદય ધબકે છે, પ્રેમાળ પુત્રીના હૃદય સિવાય માતાની લાગણીઓ કોણ સમજી શકે? - અમિતા
અમિતા અને 26 વર્ષીય લાલજી વચ્ચે 'દિલ કા રિશ્તા' છે, જે અમિતા અને તેના પતિએ અકસ્માત બાદ તેની બ્રેઇન ડેડ બાદ તેમની 21 વર્ષીય ફેશન ડિઝાઇનર્સ પુત્રીના અંગોનું દાન કરવાનું નક્કી કર્યા બાદ બંધાયો હતો. જાહન્વીનું હૃદય લાલજીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જે કારણે તે મોતના મુખેથી બહાર આવ્યો હતો.

આ એક એવી લાગણી છે જે બે અજાણ્યાઓને એક તારમાં જોડે છે. લાલજી હવે અમિતાનો 'પુત્ર' છે, જે તેના પતિના અંતિમ સંસ્કારનો પણ ભાગ હતો. 13 ઓગસ્ટના રોજ વિશ્વ અંગ દાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને તેમની સ્ટોરી કેવી રીતે અંગદાન પરિવારો અને જીવનને જોડી શકે છે, તે દર્શાવે છે.
અમિતા હજૂ પણ 2018નો તે દિવસ યાદ કરે છે, જ્યારે જાહન્વી તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી. થોડા દિવસો પહેલા જ તે 21 વર્ષની થઈ ગઈ હતી. 17 નવેમ્બરના રોજ કારમાંથી પડી ગઇ હતી. ત્રણ દિવસની આઈસીયુ સારવાર બાદ તેને બ્રેઈન-ડેડ જાહેર કરવામાં આવી હતી. ડોનેટ લાઇફ NGOની ટીમ દ્વારા કાઉન્સેલિંગથી પરિવાર તેના હૃદય, કિડની, લીવર અને કોર્નિયાનું દાન કરવા માટે પ્રેરણા મળી હતી.
20 નવેમ્બર, 2018 ના રોજ મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયેલા સુરતના રહેવાસી લાલજી ગેડિયામાં જાહન્વીનું હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અને લાલજીનો જીવ બચાવવા માટે સમયસર હૃદય મોકલવામાં આવ્યું હતું. તે સમયે તેની ઉમર 23 વર્ષની હતી.
લાલજી આ અંગે વાત કરતા જણાવે છે કે, મારું હૃદય પૂરતું લોહી પમ્પ કરતું ન હતું. હું હોસ્પિટલમાં હતો ત્યારે ડોક્ટર્સે મને જણાવ્યું હતું કે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર વિકલ્પ છે. જ્યારે મને જાહન્વીનું હૃદય મળ્યું, ત્યારે હું મૃત્યુની ખુબ જ નજીક હતો. હું ચાર બહેનોનો એકમાત્ર ભાઈ છું અને મારા પર પરિવારની જવાબદારી છે. હાલમાં લાલજી બાંધકામ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યો છે.
અમિતા કહે છે કે, જાહન્વીના પિતા તેજસ મરણ પથારી પર હતા, ત્યારે લાલજી હાજર હતો. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન પણ લાલજીએ હાજરી આપી હતી. આ કપરા સમયે લાલજીએ જાહન્વીના પરિવારને મદદ કરી હતી. મારો એક નાનો દીકરો છે, પરંતુ લાલજી અમારા પરિવારનો ખાસ હિસ્સો છે, જે સુનિશ્ચિત કરે છે કે, જાહન્વીના અકાળે વિદાય બાદ પણ આપણને તેની ખોટ વરતાય નહીં. છે.
અમિતા પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવે કે, જાહન્વી ખાવાની શોખીન હતી અને તેને ડ્રેસિંગ પસંદ હતું! લાલજીએ આ રુચિઓ શેર કરી ન હતી, પરંતુ લાગે છે કે જાહન્વીના હૃદયે તેમને સારા ડ્રેસિંગ અને ગેસ્ટ્રોનોમિકલ એડવેન્ચર્સ માટે ઉત્સાહિત કર્યો છે.
લાલજી જણાવે છે કે, હું જાહન્વીને કારણે જીવીત છું અને પટેલ પરિવાર સાથે અને ખાસ કરીને મમ્મી સાથે ખાસ આત્મીયતા અનુભવું છું.
અમિતાનું કહેવું છે કે, મારી પુત્રીના અંગો પાંચ વ્યક્તિઓમાં કાર્યરત છે. અંગદાન સૌથી મોટું દાન છે. ઘણી ગેરસમજો છે અને જ્યારે પણ આવા કિસ્સાઓ આવે ત્યારે અમે તેને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ.
અંગદાનને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત NGO ડોનેટ લાઇફના ફાઉન્ડર નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે અંગ દાતા અને પ્રાપ્તકર્તા અનેક કારણોસર મળતા નથી, પરંતુ આ કેસ અપવાદરૂપ હતો. બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગ કોઇને જીવનની નવી લીઝ આપી શકે છે. આવી ઘણી સ્ટોરી છે, જ્યાં પરિવારો આ ઉમદા કાર્ય દ્વારા જોડાયેલા છે.












Click it and Unblock the Notifications
