સુરત કોંગ્રેસ પ્રમુખે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની મુલાકાત લીધી
સુરત શહેરના કુલ 18 પરિવારોની મુલાકાત સુરત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા લેવામાં આવી રહી છે.
સુરતઃ કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ ન્યાય યાત્રા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં પરિવારના જે સભ્યનુ કોરોના સંક્રમણના કારણે મોત નીપજ્યુ હોય તેમને ન્યાય આપવા કોંગ્રેસે યાત્રા શરૂ કરી છે. સુરત શહેરના કુલ 18 પરિવારોની મુલાકાત સુરત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા લેવામાં આવી રહી છે. જે પરિવારની મુલાકાત લીધી તેમના ઘરની બહાર તેમણે સ્ટીકર પણ લગાવ્યા હતા. કોરોના સંક્રમણના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને રાજ્ય સરકાર આર્થિક સહાય આપે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે.

દરેક પરિવારને ચાર લાખ રૂપિયા આપવામાં આવે તે પ્રકારની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. મૃતક પરિવારના લોકોને સાંત્વના પાઠવવામાં આવી હતી અને તેમની પાસેથી કોંગ્રેસ દ્વારા એક ફોર્મ ભરાવવામાં આવી રહ્યુ છે. આ ફોર્મની અંદર તમામ પ્રકારની માહિતી લેવામાં આવી રહી છે. કોરોના કાળમાં જે લોકોના મૃત્યુ થયા છે તેવા લોકોના પરિવારને રાજ્ય સરકાર આર્થિક સહાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. દરેક પરિવારને ચાર લાખ રૂપિયા આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. મૃતકના પરિવારના લોકોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે અને તેમની પાસેથી કોંગ્રેસ દ્વારા એક ફોર્મ ભરાવવામાં આવી રહ્યુ છે. આ ફોર્મમાં તમામ પ્રકારની માહિતી લેવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
