સુરતમાં અણીતા ગામમાં અંધશ્રદ્ધા મુદ્દે પાડોશીઓમાં બબાલ, એકનું મોત!
ઓલપાડ તાલુકાના અણીતા ગામમાં અંધશ્રદ્ધાના બહાને પડોશમાં રહેતી એક મહિલાને ઢોર માર મારવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યારા સામે કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત : ઓલપાડ તાલુકાના અણીતા ગામમાં અંધશ્રદ્ધાના બહાને પડોશમાં રહેતી એક મહિલાને ઢોર માર મારવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યારા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસની પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડ તાલુકાના અણીતા ગામના નિશાળ ફળિયામાં રહેતા પંકજ ઉર્ફે પકો રામુભાઈ રાઠોડે પશુ-પક્ષીઓ માટે ઘરની છત પર ઘઉંના દાણા મુકતો હતો. પાડોશમાં રહેતા રેવાબેન સુકાભાઈ રાઠોડે જ્યારે ધાબા પર આ જોયુ ત્યારે તેણીએ તેને અંધશ્રદ્ધા સાથે જોડ્યો હતો. રેવાબેને પંકજને ભૂત-પ્રેત જેવી વાતો કહી મેલીવિદ્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ પછી રેવાબેન ગામમાંથી પસાર થતા સ્ટેટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પંકજ રાઠોડે હાથમાં ધારદાર છરી લઈને રેવાબેનને મોઢા, ગળા અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.
આ દરમિયાન પંકજે બચાવ કરવા આવેલા લક્ષ્મીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેસની માહિતી મળતાં પોલીસને જાણ થતાં કીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પંકજ ઉર્ફે પકો રામુભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. જરૂરી કાર્યવાહી હાથ ધરી પોલીસે મૃતકના પીએમ સહિત મૃતકના પતિ સુકા મેલજીભાઈ રાઠોડની ફરિયાદ પરથી APCO કલમ 302,506(2) હેઠળ ગુનો નોંધ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
