લગ્નના 3 વર્ષ બાદ પત્નીએ પતિ સામે કરી ફરિયાદ, 'તે ગે છે, મને વૉટ્સએપ વેબથી ખબર પડી'
ગુજરાતના સુરતના મહિધરપુરા વિસ્તારની એક મહિલાએ લગ્નના લગભગ 3 વર્ષ બાદ પોતાના પતિને 'ગે' ગણાવીને ફરિયાદ નોંધાવી છે.
સુરતઃ ગુજરાતના સુરતના મહિધરપુરા વિસ્તારની એક મહિલાએ લગ્નના લગભગ 3 વર્ષ બાદ પોતાના પતિને 'ગે' ગણાવીને ફરિયાદ નોંધાવી છે. મહિલાએ સાસરિયાવાળા સામે પણ દહેજ-ત્રાસનો કેસ નોંધાવ્યો છે. 27 વર્ષીય મહિલાના જણાવ્યા મુજબ વર્ષ 2017માં તેના લગ્ન થયા હતા. એ દરમિયાન તેના પિતાએ વાસણ તેમજ સૂકા મેવા ગિફ્ટ આપ્યા હતા. સાસરિયાવાળાએ મેણા મારતા તેના પિતાએ 15 હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝીટ પણ કરાવી દીધી હતી. બાદમાં સાસરિયાવાળા સંતાન પેદા કરવાની વાત કહેવા લાગ્યા. મહિલાનુ કહેવુ છે કે ઉણપ પતિમાં હતી પરંતુ ઘરવાળા મારા પર ગુસ્સો કરતા હતા.

મહિલાએ પોલિસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યુ કે, 'નવેમ્બર 2019માં એક દિવસ વિવાદ થતા સાસુએ મારો ચાંદલો કાઢી લીધો. આના પર હું મારા પિયરમાં રહેવા જતી રહી. ત્યારબાદ એક દિવસ પોતાના પતિના મોબાઈલ વૉટ્સએપ વેબ કનેક્ટ કર્યુ અને તેના મેસેજ વાંચ્યાતો ખબર પડી કે તે ગે છે. મહિલાએ કહ્યુ કે મને તેના પર શંકા તો હતી જ કારણકે તે મોટેભાગે પોતાના માતાપિતા પાસે સૂતો હતો. વારંવાર કહેવા પર તેની બિમારીનુ બહાનુ બતાવતો હતો. તેને મેડિકલ રિપોર્ટ પણ ખરાબ આવ્યો. જેના કારણે તેને સંતાન નહોતુ થઈ રહ્યુ.'
મહિલાએ કહ્યુ કે સંતાન પેદા ન થવા માટે સાસરિયવાળા મને જવાબદાર ગણીને મેણા મારતા હતા. ત્રાસ આપતા હતા. જ્યારે એક દિવસ મે વૉટ્સએપ વેબથી પતિના મેસેજ ચેક કર્યા તો તેને ગે હોવાની વાત ખબર પડી. તેને સ્ત્રીઓના બદલે પુરુષોમાં રસ છે. આ જાણીને મને ખૂબ દુઃખ થયુ. ત્યારબાદ મહિધરપુરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
