પ્રાઈવસી જોખમમાં, રાજકોટની હોસ્પિટલમાં સગર્ભાઓના ચેકઅપ દરમિયાનના વીડિયો યૂટ્યૂબ પર થયા અપલોડ
રાજ્યમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજ્યની એક હોસ્પિટલમાં થઈ રહેલા સગર્ભા મહિલાના ચેકઅપના CCTV ફૂટેજ લીક થયા હતા. આ CCTV લીક થયા એટલુ જ નહીં પરંતુ આ ફૂટેજ યુટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યા હતા.
આ વિક્રૂત લોકો દ્વારા સગર્ભા પરિક્ષણ દરમિયાનના CCTV ફૂટેજ યૂટ્યૂબ પર ચઢાવવામાં આવ્યા અને ટેલીગ્રામ ચેનલમાં જોડવવા લોકોને કહેવામાં આવ્યું અને તેનું સ્બસ્ક્રિપ્શન 900 રૂપિયા રાખવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મેગા MBBS નામની યુટ્યૂબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ હેઠળ આ વીડિયોનું કૌભાંડ ચાતુ હતુ. સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી. સમગ્ર મામલે સાયબર ક્રાઈમે તપાસ કરી હતી.

જે મુજબ 6 જાન્યુઆરીના રોજ યૂટ્યૂબ ચેનલ બનાવવામાં આવી હતી અને સપ્ટેમ્બર 2024ના રોજ ટેલીગ્રામ ચેનલ બની હતી સમગ્ર મામલે સાયબર ક્રાઈમ દ્વારા આઈટી એક્ટ 66E-67 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
મેગા MBBS ચેનલ પર 3 હજારથી વધારે સ્બસ્ક્રાઈબર હોવાનું પણ સામે આવ્યું છે.છેલ્લા એક મહિનામાં 7 વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા અને આ વીડિયો પર 15 લાખથી વધુ વ્યૂઝ હોવાનું પણ સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે હોસ્પિટલની તપાસ કરતા જણવા મળ્યુ હતુ કે, આ વીડિયો રાજકોટની પાયલ હોસ્પિટલો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પાયલ મેટરનિટી હોસ્પિટલના ડૉ. અમિત અખબરીએ સમગ્ર મામલાનો સ્વિકાર કર્યો હતો અને કહ્યું હતું કે, જે વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે તે અમારી હોસ્પિટલના છે.
સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર પણ હરકતમાં આવ્યા હતા અને એક્શમોડમાં આવીને સમગ્ર મામલે તપાસ કરવા માટે હોસ્પિટલ ખાતે ટીમને મોકલવામાં આવી હતી અને CCTV કાંડ મુદ્દે બેઠક બોલાવવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
