રાજકોટમાં જમીન હડપને રોકવામાં કડક કાયદો નિષ્ફળ
રાજ્ય સરકાર દ્વારા જમીન હડપ વિરોધી અધિનિયમને વધુ કડક બનાવા છતાં, રાજકોટ શહેરમાં ગુંડાઓ સ્થાનિક પોલીસ અને અધિકારીઓને બેશરમ રીતે ચકમો આપી રહ્યા છે.
રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા જમીન હડપ વિરોધી અધિનિયમને વધુ કડક બનાવા છતાં, રાજકોટ શહેરમાં ગુંડાઓ સ્થાનિક પોલીસ અને અધિકારીઓને બેશરમ રીતે ચકમો આપી રહ્યા છે. કલેક્ટર કચેરીના આદેશ બાદ શહેરમાં જમીન અને મકાન પચાવી પાડવાના બે અલગ-અલગ ગુના નોંધાયા હતા.

પીડિતોમાંના એક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. હેમાંગ વસાવડા છે, જેમના રોકાણના હેતુ માટે ખરીદેલા બે હાઇ-એન્ડ ફ્લેટ, દિપાલી જોશી નામની મહિલાએ પડાવી લીધા હતા. ઢેબર રોડ પરના ભક્તિનગરમાં રહેતા ડૉ. વસાવડાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે મોટા મૌવાના રૂચી એપાર્ટમેન્ટમાં બે ફ્લેટ ખરીદ્યા હતા અને જોષીના પતિને ભાડે આપ્યા હતા.
મદદનીશ પોલીસ કમિશનર (એસીપી), જેએસ ગેડમે જણાવ્યું હતું કે, આ દંપતીએ 2015માં ડૉ. વસાવડાનો સંપર્ક કર્યો હતો કે તેઓ બંને કામ કરે છે અને ફ્લેટ ખરીદવા માગે છે. તેઓએ ચાવીઓ લીધી અને તેમણે તેમને રહેવા દીધા હતા. જોકે જોશીના પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. જે બાદમાં તેણીએ ભાડું ચૂકવવાનો અને ફ્લેટ ખાલી કરવાનો ઇન્કાર કર્યો હતો.
તેમણે તમામ પુરાવા સાથે કલેક્ટર કચેરીની જમીન હડપ વિરોધી સમિતિનો સંપર્ક કર્યો અને પેનલે તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ડો. વસાવડાએ જણાવ્યું હતું કે, જોશીએ બળજબરીથી તેમના ફ્લેટનો કબજો લઈ લીધો હતો. અન્ય એક કિસ્સામાં ચાર લોકોએ માત્ર જમીનનો એક મોટો ટુકડો પડાવી લીધો નહીં, પરંતુ તેના પર 12 મકાનો બાંધ્યા અને તે બધા વેચી દીધા હતા
નાના મૌવામાં 702 ચોરસ મીટર જમીન ધરાવતા સાવન કોટેચા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે હવે શહેરના સૌથી પોશ વિસ્તારોમાં ફેરવાઈ ગયું છે. આ પ્લોટ તેના પિતા વિનોદ કોટેચાનો હતો. તેના મૃત્યુ પછી, સાવન અને તેનો ભાઈ જમીનના વારસાની ઔપચારિકતાઓ કરી શક્યા નહીં. સાવનને તેની જમીન પર ગેરકાયદે બાંધકામો થવાની જાણ હતી, પરંતુ તેની પાસે તેની માલિકીનો કોઈ પુરાવો ન હોવાથી તે માત્ર લાચાર બનીને જોઈ શકતો હતો, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રોબેટ થયા બાદ સાવને કલેક્ટર કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી.
કલેક્ટર કચેરીના નિર્દેશોને પગલે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને 16 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને આ પ્લોટ પડાવી લેવા માટે બોગસ વેચાણ દસ્તાવેજો અને પાવર ઓફ એટર્ની બનાવનારા ચાર લોકોની ધરપકડ કરી હતી. જેઓની ધરપકડ કરવામાં આવી હતી. ભરત ઉર્ફે ભીખા સાંગાણી, જયંતિ ધામેલીયા, રંજન રાઠોડ અને ભીખા ડેલીવાડા અન્ય 12 આરોપીઓ મકાન ખરીદનાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
