એક જ પરિવારના ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યું, તપાસમાં જોડાઈ રાજકોટ પોલીસ
Rajkot in Gujarati: રાજકોટ જિલ્લાના પડધરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. રાજકોટના એક પરિવારમાં માતા, પિતા અને પુત્ર દ્વારા પડધરીમાં રિક્ષામાં બેસીને દવા પીને આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
રાજકોટ પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ રાજકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની મળતી માહિતી મુજબ, રાજકોટથી 25 કિમી દૂર પડધરીના રામપર ગામ પાસે સરકારી જમીન પર એક મહિલા અને બે પુરૂષોના મૃતદેહ હોવાની માહિતી મળતાં આજે સવારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન નજીકમાં જ ઝેરી દવાની બોટલ મળી આવી હતી. જેમાં ત્રણેય મૃતકોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા - આ ઉપરાંત ઘટના સ્થળેથી એક રિક્ષા પણ મળી આવી છે, અને આ ત્રણેય લોકો રિક્ષામાં રાજકોટથી પડધરી પહોંચ્યા હોવાનું મનાય છે. રાજકોટથી પડધરી પહોંચ્યા બાદ રાત્રે એક મહિલા સહિત ત્રણ લોકોએ એકસાથે ઝેર પીને આપઘાત કર્યો હોવાનું મનાય છે.
એક જ પરિવારના ત્રણ સભ્યો હતા. જેમાં કાદર ભાઈ મુકાદમ, ફરીદા બેન કાદર ભાઈ મુકાદમ, આસીફ મુકાદમના મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી, અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
