Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rajkot: રાજકોટમાં આગ લાગવાની બે ઘટના, લાખોનું નુકસાન, જાનહાનિ ટળી

Rajkot: રાજકોટમાં દિવાળીની રાત્રે આગ લાગવાની બે ઘટના ઘટી હતી. જેમાં કાલાવડ રોડ પર આવેલી રાધિકા જ્વેલર્સમાં અને મેટોડા GIDCમાં આવેલી ચાર્મી કોટન વેસ્ટની ફેક્ટરી ભીષણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી.

કાલાવડ રોડ પર આવેલી રાધિકા જ્વેલર્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ લાગવાની ઘટનાની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પાણીનો માળો ચલાવી ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.

Rajkot Fire broke out

આ ઘટનામાં સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઇ નથી. જોકે, આગ લાગવાના કારણે લાખોનું નુકસાન થયું છે.

આ સાથે રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ચાર્મી કોટન વેસ્ટની ફેક્ટરી ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનાની જાણ થતા મેટોડા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી, જે બાદ ફાયર ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે, કરોડોનો માલ બળીને ખાખ થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ આગ લાગવાની બંને ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા ફાયર વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 3 ડિસેમ્બર, 2022ના રોજ પણ મેટોડા GIDCમાં આવેલા એક રૂમમાં આગ ફાટી નીકળી હતી. જેમાં પાંચ કામદારોને ઈજાઓ થઈ હતી. ઘાયલ થયેલા મજૂરો મેટોડા જીઆઈડીસી એસ્ટેટમાં આવેલી મેકપાવર કંપનીના કર્મચારી હતા અને ડાયમંડ પાર્ક સોસાયટી પાસે ભાડાના રૂમમાં રહેતા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X