રાજકોટમાં ગરમીનો 3 વર્ષનો રેકોર્ડ તુટ્યો, તાપમાન 43 ડીગ્રીને પાર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આકરા તાપ સાથે ગરમીએ માઝા મુકી છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ખાસ કરીને બપોરના સમયે રાજમાર્ગો સુમસામ ભાસી જાય છે. દરમિયાન આજે રાજકોટ શહેરમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે ર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આકરા તાપ સાથે ગરમીએ માઝા મુકી છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ખાસ કરીને બપોરના સમયે રાજમાર્ગો સુમસામ ભાસી જાય છે. દરમિયાન આજે રાજકોટ શહેરમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે રાજકોટમાં ગરમીએ 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સાંજ સુધીમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો થશે. આમ આજે દિવસનો સૌથી ગરમ દિવસ નોંધાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં હીટવેવનો માહોલ છવાયો છે. આકરા તાપ સાથે ગરમીથી લોકોની હાલત દયનીય બની છે. હવામાન શાસ્ત્રીઓનું માનવું છેકે ગરમીનો માહોલ હજુ જળવાઈ રહેશે.

તીવ્ર તાપ વચ્ચે રાજકોટમાં ભેજનું પ્રમાણ ઘટીને 11 ટકા થઈ જતા મોડી સાંજે બહાર નીકળેલા લોકોએ પણ લૂ વરસતી હોવાનો અનુભવ કર્યો હતો. સાંજે સાડા પાંચ વાગ્યે પણ પારો 43 સે.પર રહ્યો હતો અને સાથે 12થી 15 કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો. કાળઝાળ તાપથી બપોરના સમયે શ્રમનું કામ કરવાનું લોકો મોટાભાગે ટાળવા લાગ્યા છે, આર્થિક વ્યવહારોને અસર પહોંચી છે અને બજારમાં માર્ગો સૂમસામ થવા લાગ્યા છે.
સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત સુરેન્દ્રનગર 44.5, અમરેલી 44,જુનાગઢ - કેશોદ સહિત સોરઠમાં 43.5, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં 44, દક્ષિણ ગુજરાતમાં વડોદરા 43ને પાર, રાજ્યનું સૌથી વધુ કંડલા એરપોર્ટ ખાતે 45.2 સે.તાપમાને સમગ્ર રાજ્યમાં આજે સીઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ઉલ્લેખનિ ચેકે દ્વારકા, દિવ,વેરાવળ,દમણ સહિતના સ્થળે દરિયાઈ ઠંડા પવનોથી લૂ વર્ષામાં રાહત રહી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
