Video: સરકારી નોકરીની લાલચ આપી 75 લાખ ઠગ્યા બાદ 5 ગર્લફ્રેન્ડ પર ઉડાવ્યા પૈસા

પોસ્ટ ઑફિસના એક કર્મચારીએ સરકારી નોકરી અપાવવાના બહાને 50થી વધુ લોકોને ઠગી લીધા.

રાજકોટઃ પોસ્ટ ઑફિસના એક કર્મચારીએ સરકારી નોકરી અપાવવાના બહાને 50થી વધુ લોકોને ઠગી લીધા. તેમાંથી મળેલી 75 લાખ રૂપિયાની રકમ તેણે પોતાની પાંચ ગર્લફ્રેન્ડ સાથે મોજ મસ્તી કરવામાં ખર્ચી દીધી. રાજકોટ ક્રાઈમ બ્રાંચે તેને પકડ્યો તો પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. માહિતી મુજબ જૂનાગઢના ઝાંઝરડાનો રહેવાસી દીપક મુંગાભાઈ ભટ્ટ બહુ મોટો ઠગ સાબિત થયો. તે મેંદરડામાં દાત્રાણા પોસ્ટ ઑફિસમાં ફરજ બજાવે છે. જ્યાં તેણે જૂનાગઢ અને રાજકોટના 50થી વધુ લોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અને લગભગ 75 લાખ રૂપિયા ઠગી લીધા. આ રકમથી તેણે ખૂબ જ એશ કરી. ત્યાં સુધી કે મુંબઈના ડાંસ બારમાં પણ રૂપિયા ઉડાવ્યા.

નોકરી મેળવવા માંતા યુવાનોને નિશાન બનાવતો

નોકરી મેળવવા માંતા યુવાનોને નિશાન બનાવતો

દીપક મુંગાભાઈ ભટ્ટે પકડાયા બાદ કબૂલ્યુ કે તે સૌરાષ્ટ્રમાં નોકરી મેળવવા ઈચ્છુક યુવાનોને નિશાન બનાવતો હતો. તે પોસ્ટ ઑફિસમાં સ્થાયી નોકરી અપાવવાની લાલચ આપતો હતો. મીઠી મીઠી વાતો કરીને તે લોકોના વિશ્વાસ મેળવતો અને પૈસા હડપી લેતો. ઘણા સમય બાદ પણ નોકરીનો લેટર ન મળવા પર જ્યારે કોઈ બૂમાબૂમ કરતુ તો તેને અડધી રકમ આપીને સમજાવી લેતો.

સાળાએ જીજાની બતાવી હકીકત

સાળાએ જીજાની બતાવી હકીકત

આ રીતે એક પૂજા કિરણભાઈ ભાલોડિયા નામની મહિલા પણ તેની લાલચમાં આવી ગઈ. તેણે ખુદની તેમજ પોતાના ભાઈની નોકરી માટે 6 લાખ રૂપિયા આપ્યા. પરંતુ મહિનાઓ બાદ પણ નોકરી ન મળવા પર દીપકના સંબંધીઓની પૂછપરછ કરી. જેમાં ખુદ દીપકના સાળાએ જણાવ્યુ કે તેનો જીજો ચીટર માણસ છે. નોકરી અપાવવી તેના હાથની વાત નથી એ તો લોકોન ઠગે છે.

વેષ બદલીને પોલિસે રંગો હાથે પકડ્યો

પૂજાએ પોતાના ભાઈ સાથે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો અને પોલિસને સૂચિત કરી દીધી. પછી જ્યારે દીપક પીડિતના ઘરે પૈસા લેવા આવ્યો તો પોલિસે સામાન્ય નાગરિકની જેમ પોતાની વેશભૂષા બદલીને રંગેહાથે દીપકને પકડી લીધો. દીપકની ધરપકડ બાદ પોલિસે તેના સ્થળેથી નોકરી ઈચ્છુક લોકોના અસલી તેમજ ઝેરોક્ષ ડોક્યુમેન્ટ્સ, પાસપોર્ટ સાઈઝ ફોટો તેમજ અન્ય વસ્તુઓ જપ્ત કરી. તે પોસ્ટ ડિપાર્ટમેન્ટના લેટર પેડ પર ડમી ઑર્ડર વગેરેની પણ વ્યવસ્થા કરતો હતો. પોલિસે એક લાખની રોકડ પણ જપ્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X