Rajkot News: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rajkot News: સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે.

Rajkot News: સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે એ જ સમયે મેઘરાજા પણ મેળામાં આવે તેવી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15થી 21 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત વરસાદ લોકમેળાની મજામાં વિઘ્ન નાખી શકે છે, પરંતુ મેળાનું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે.
Weather News: હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ માટે રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, ખાસ કરીને 15થી 21 ઓગસ્ટના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધવાની પૂરી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે માછીમારો માટે કોઈ વિશેષ એલર્ટ જાહેર કર્યું નથી. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમની રહેશે.
તારીખ 14-15 ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. આ વરસાદ રાજ્યભરમાં સાર્વત્રિક રીતે થશે. અત્યાર સુધી અરબસાગર નિષ્ક્રિય હતો અને વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવતી હતી, હવે અરબસાગર પણ સક્રિય થયો છે. પરંતુ 15થી 21 ઓગસ્ટ દરમિયાન જે સિસ્ટમ આવશે તે બંગાળની ખાડીમાંથી જ આવવાની છે જે સાયક્લોનિક સરક્યુલેશનમાં હશે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને કવર કરી શકે છે.
ગયા વર્ષે પણ લોકમેળો વરસાદમાં ધોવાઈ ગયો હતો
ગયા વર્ષે રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળો 24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદ વરસતા લોકમેળાના મેદાનમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. આથી લોકોની સલામતીના હેતુસર ગયા વર્ષે ધરોહર લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મેળો રદ કરવામાં આવતા સ્ટોલધારકો, રાઇડ્સ સંચાલકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો ધરોહર લોકમેળો વરસાદને કારણે ધોવાઈ જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
