મહિલા PSI પર બળાત્કાર કરનારો નરાધમ પોલીસકર્મી ઝડપાયો
કચ્છના ભુજ શહેરમાં ફરજ બજાવતા એક પરિણીત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ગુરુવારના રોજ ભાવનગરમાં એક મહિલા PSIએ બળાત્કારનો આરોપ મૂક્યો અને ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ : કચ્છના ભુજ શહેરમાં ફરજ બજાવતા એક પરિણીત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ગુરુવારના રોજ ભાવનગરમાં એક મહિલા PSIએ બળાત્કારનો આરોપ મૂક્યો અને ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પીએસઆઈ રાકેશ કટારાની ધરપકડ કરી છે, જેઓ હાલ ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત છે.

પોલીસના જણાવ્યા મુજબ, મહિલા PSI એ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ, ભાવનગર પોલીસે ભુજમાં તેમના સમકક્ષોને જાણ કરી જેમણે કટારાની અટકાયત કરી હતી. ગુરુવારના રોજ ભાવનગર બી ડિવિઝન પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી.
મહિલા PSIએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે અને કટારાનો ભાઈ પોલીસ ટ્રેનિંગ દરમિયાન સાથે હતા. તેણી તેના ભાઈ દ્વારા કટારાના સંપર્કમાં આવી હતી. પીડિતાએ કટારા પર લગ્નનું વચન આપીને 2019થી અલગ-અલગ જગ્યાએ ઘણી વખત બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, કટારાએ તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેણીએ આરોપ લગાવ્યો કે, કટારાએ તેની પાસેથી 3 લાખ રૂપિયા રોકડા લીધા, પરંતુ તે પરત કર્યા નહીં. પોલીસે કટારા સામે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
