રાજકોટ સહિત દેશ અને રાજ્યમાં શું છે કોરોનાની પરિસ્થિતિ?

રાજકોટ જિલ્લામાંથી 1,386 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જ્યારે એક દિવસ પહેલા નોંધાયેલા 1,461 કેસ હતા. બુધવારના નવા કેસમાંથી રાજકોટ શહેરમાં 1,259 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં સક્રિય કેસ હવે 4,732 છે.

રાજકોટ : જિલ્લામાં થોડી રાહત વચ્ચે બુધવારના રોજ રાજકોટ જિલ્લામાંથી 1,386 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જ્યારે એક દિવસ પહેલા નોંધાયેલા 1,461 કેસ હતા. બુધવારના નવા કેસમાંથી રાજકોટ શહેરમાં 1,259 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં સક્રિય કેસ હવે 4,732 છે.

ભાવનગર જિલ્લામાં 570 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે જામનગર જિલ્લામાં 335 નવા કોવિડ કેસ નોંધાયા છે. કચ્છ જિલ્લામાં બુધવારના રોજ કુલ 194 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. એક તરફ ભારત સહિતના મોટાભાગના દેશો કોરોનાની ભયાનક લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાંપણ દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે.

સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં હવે કોરોનાના આંકડા રોજ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હવે પરિસ્થિતી એ છેકે સાચવજો નહીં તો આ કોરોના ભરખી જશે.

રાજ્યમાં કોરોનાએ તોડ્યા રેકોર્ડ

રાજ્યમાં કોરોનાએ તોડ્યા રેકોર્ડ

રાજ્યના આંકડા પર નજર કરીએ તો આજે રાજ્યમાં સૌથી વધુ 20966 કેસ નોંધાયા છે અને 12 લોકોના મોત થયા છે.

મોતની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 6,વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 2-2, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં 1-1 એમ કુલ 12 લોકોએ કોરોના સામે દમ તોડ્યો છે.

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના 9287 કેસ, સંક્રમણ રેટ 16.41 ટકા

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના 9287 કેસ, સંક્રમણ રેટ 16.41 ટકા

છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 23 હજાર 990 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસ વધીને 9287 થઈ ગયા છે.

દેશમાંકોરોનાને કારણે અત્યાર સુધીમાં 19 લાખ 24 હજાર 51 લોકોના મોત થયા છે. જ્યારે ડેઇલી પોઝિટિવિટી રેટ 16.41 ટકા છે.

ભારતમાં કોરોનાના 3.17 લાખ નવા કેસ

ભારતમાં કોરોનાના 3.17 લાખ નવા કેસ

ભારતમાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસ ગુરુવારના રોજ 3 લાખને વટાવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં 24કલાકમાં કોરોનાના 3 લાખ 17 હજાર 532 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 491 લોકોના મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X