રાજકોટની બહેનોને ભેટ, ભાઈબીજે BRTS અને સીટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે!

રાજકોટની મહિલાઓને રાજકોટ મહાનગરપાલિકાએ ભાઈબીજની ભેટ આપી છે. રાજકોટ શહેરમાં ફરતી સીટી બસ અને બીઆરટીએસ બસમાં ભાઈ બીજ નિમિત્તે મફતમાં મુસાફરી કરી શકશે. રાજકોટ કોર્પોરેશનને મહિલાઓ અને ભાઈબીજના મહત્વના તહેવારને ઘ્યાનમાં રાખીને આ મહત્વની જાહેરાત કરી છે.

BRTS

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહિલાઓને વધુમાં વધુ સેવાનો લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. શનિવારે આ બંને બસ સેવાનો વધુમાં વધુ લોકો લાભ લે એ હેતુથી માત્ર મહિલાઓ માટે ભાઇબીજ નિમિત્તે ફ્રી બસ સેવા પૂરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે. ભાઈબીજના દિવસ દરમિયાન રાજકોટ શહેરની મહિલાઓ શહેરના કોઈપણ વિસ્તાર ગમે ગમે તેટલી વખત મુસાફરી કોઇ પણ રૂટ પર ગમે તેટલી વખત મફતમાં મુસાફરી કરી શકશે. મહિલાએ સાથે મુસાફરી કરતા પુરૂષોએ રાબેતા મુજબ ટિકિટ લેવાની રહેશે.

રાજકોટની મહિલાએ માટે આ મહત્વની જાહેરાત રાજકોટ શહેરના મેયર ડો. પ્રદીપ ડવ અને મ્યૂનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ રક્ષાબંધન સહિતના તહેવારો પર મહિલાઓને મફત મુસાફરીનો લાભ આપવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X