મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે RMC હેડક્વાર્ટરની મુલાકાત લીધી, કોર્પોરેટરો સાથે સમીક્ષા બેઠક કરી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે રાજકોટ મહાનગરપાલિકા(RMC)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી
રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે રાજકોટ મહાનગરપાલિકા(RMC)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી અને શાસક ભાજપના કોર્પોરેટરો અને પક્ષના સ્થાનિક પદાધિકારીઓ સાથે શુક્રવારે રાજકોટમાં સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રી આરએમસીમાં વિરોધ પક્ષના નેતાની આગેવાની હેઠળના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળવે પણ મળ્યા હતા અને તેમની માંગણીઓ પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી.

રાજકોટ શહેરની સીમમાં આવેલ રામપરા બેટી ગામમાં વિચરતી જાતિઓ માટે એક આવાસ વસાહતનુ ઉદ્ઘાટન કર્યા પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે બપોરે શહેરના ઢેબર ચોકમાં આવેલા RMC મુખ્યાલયમાં ગયા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટના મેયર પ્રદીપ દવ અગાઉથી જ હેડક્વાર્ટર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન માટે વપરાતી 31 મીની ટીપર વાન અને RMC દ્વારા તેના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ માટે ખરીદેલી બે ક્લોઝ-બોડી ટ્રકોને ફ્લેગ ઓફ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલા મેયરની ચેમ્બરમાં મીટીંગ કરી અને પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કૉન્ફરન્સ હોલમાં ગયા. કૉન્ફરન્સ હોલમાં સીએમ અને રૂપાણીએ શહેરના વહીવટી ઝોન પ્રમાણે ત્રણ જૂથમાં વહેંચાયેલા ભાજપના કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મેયર સહિત ભાજપના 68 કોર્પોરેટરો ઉપરાંત ભાજપના શહેર એકમના હોદ્દેદારો તેમજ ભાજપના પ્રમુખો, મહામંત્રીઓ અને RMCના તમામ 18 ચૂંટણી વોર્ડના પક્ષના પ્રભારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
