પટણામાં નોકરીને લઈને ઉમેદવારો રસ્તા પર, પોલીસે લાઠીચાર્જ કર્યો
રસ્તા પર ઉતરેલા ઉમેદવારોની માંગ હતી કે શિક્ષકોની ભરતી પુર્ણ કરવામાં આવે. સરકારે વાત ન સાંભળતા તે રસ્તા પર ઉતર્યા હતા.
બિહારમાં નોકરીને લઈને ઉમેદવારો ફરી એક વખત રસ્તા પર ઉતર્યા છે. એક તરફ વિધાનસભામાં વિપક્ષ સતત રોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યો છુ તો બીજી તરફ હવે ઉમેદવારો રસ્તા પર ઉતર્યા હતા. આજે પટનામાં મોટી સંખ્યામાં CTET/BTET પાસ ઉમેદવારો વિરોધ માટે રસ્તા પર ઉતર્યા હતા. આ ઉમેદવારોને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

રસ્તા પર ઉતરેલા ઉમેદવારોની માંગ છે કે સરકાર સાતમાં ચરણના શિક્ષકોને બહાલી આપે. પ્રદર્શનકારી ઉમેદવારોની વિધાનસભાનો ઘેરાવ કરવાના ઈરાદા સાથે રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમ છત્તા ન રોકાતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ છે.
પ્રદર્શનકારીઓ માંગ કરી રહ્યા છે કે, સરકાર CTET/BTET પાસ શિક્ષક ઉમેદવારો માટે ભરતીના સાતમા તબક્કા માટે જાહેરનામું બહાર પાડે. આની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આ બાબતે યોગ્ય નિર્ણય ન લેવાતા હવે ઉમેદવારો રસ્તા પર ઉતર્યા હતા. આ માટે ઉમેદવારો પટણા જંકશન ડાક બંગલા ઈન્ટરસેક્શન થઈને વિધાનસભાનો ઘેરાવ કરવા રવાના થયા હતા. અહીં પોલીસે અટકાવતા લાઠીચાર્જ કર્યો હતો.
પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર, આ 8મા વર્ગના સાતમા તબક્કા માટેના ઉમેદવારો છે. તેમણે 2019માં ફોર્મ ભર્યા હતા પરંતુ હજુ સુધી ભરતી પૂર્ણ થઈ નથી. તેમણે આ માંગણી સરકાર સમક્ષ અનેકવાર ઉઠાવી છે પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી. તેને લઈને હવે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. શિક્ષણ વિભાગ પણ આ મામલે નિષ્ક્રિય છે, તેણે પણ કોઈ જવાબ આપ્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
