Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

15 જૂન સુધી પહેલવાનો ધરણા નહીં કરે, ખેલ મંત્રી સાથે બેઠક બાદ જાહેરાત

કુસ્તી મહાસંઘના આરોપી અધ્યક્ષ બ્રિઝ ભુષણની ધરપકડ માટે સતત ધરણા કરી રહેવા પહેલવાનો તરફથી સમાધાનના સમાચાર આવ્યા છે. ખેલમંત્રી સાથે પહેલવાનોની બેઠક યોજાયા બાદ હવે સમાધાન નીકળી શકે છે.

બ્રિષ ભુષણની દાદાગીરી સામે મેદાને પડેલા પહેલવાનોએ કેન્દ્રિય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે તેના નિવાસ્થાને બેઠક યોજી હતી. આ બેઠકમાં પહેલવાનો અનેે સરકાર વચ્ચે સહમતિ સધાઈ છે. આ મુદ્દે પહેલવાનોએ જણાવ્યુ કે તે 15 જૂન સુધી કોઈ ધરણા નહીં કરે.

sakshi malik

આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મલિકે કહ્યું કે, જ્યાં સુધી પોલીસ તેની તપાસ પૂરી ન કરે ત્યાં સુધી અમને અમારા વિરોધને 15 જૂન સુધી સ્થગિત કરવા કહેવાયુ છે. અમે 15 જૂન સુધી કોઈ વિરોધ પ્રદર્શન નહીં કરીએ.

બેઠકમાં થયેલી ચર્ચા મુદ્દે બજરંગ પુનિયાએ જણાવ્યુ કે, અમે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી. પોલીસ તપાસ 15 જૂન સુધીમાં પૂર્ણ થવી જોઈએ અને ત્યાં સુધી વિરોધ ન કરવા મંત્રીએ અમને અનુરોધ કર્યો છે.

બજરંગ પુનિયાએ આગળ કહ્યું કે, તેમણે એ પણ કહ્યું કે મહિલા રેસલરોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવશે. અમે વિનંતી કરી છે કે રેસલરો સામેની તમામ એફઆઈઆર પાછી ખેંચી લેવામાં આવે અને તે તેના માટે સંમત થયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X