Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રસવ દરમિયાન મહિલાનુ મોત, પરિવારે ડૉક્ટર પર નશામાં ઑપરેશન કરવાનો આરોપ લગાવ્યો

બિહારના કૈમૂર જિલ્લાના ભભુઆ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ઈલાજ દરમિયાન ગર્ભવતી મહિલાનુ મોત થઈ ગયુ છે.

બિહારના કૈમૂર જિલ્લાના ભભુઆ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ઈલાજ દરમિયાન ગર્ભવતી મહિલાનુ મોત થઈ ગયુ છે. વળી, મહિલાના મોત બાદ પરિજનોનો ઈલાજ કરી રહેલ ડૉક્ટર પર નશામાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માહિતી મુજબ ભભુઆ પોલિસ સ્ટેશન પાસે વર્તમાન ડૉક્ટર પ્રેમ રંજનના ખાનગી ક્લિનિકમાં ઑપરેશન દ્વારા મહિલાનો પ્રસવ કરાવવામાં આવી રહ્યો હતો. ઑપરેશન બાદ બાળકનો જન્મ થયો પરંતુ મહિલાનુ મોત થઈ ગયુ.

woman

વળી, નવજાત શિશુની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે જેનો ઈલાજ સદર હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. વળી, મહિલાના મોત બાદ પરિવારજનોએ ક્લિનિકમાં જોરદાર હોબાળો કર્યો. વળી, ઘટનાની માહિતી મેળવીને ઘટના સ્થળે પહોંચેલી પોલિસે લોકોને શાંત કરાવ્યા. આ ઉપરાંત પોલિસ આરોપી ડૉક્ટરને પોતાની સાથે પોલિસ સ્ટેશનમાં લઈ ગઈ. મહિલાના પરિવારજનોએ પોલિસને જણાવ્યુ કે ડૉક્ટરનુ ઑપરેશન કરાવવાનો ચાર્જ 50 હજાર રૂપિયામાં નક્કી થયો હતો જેમાંથી 25 હજાર જમા કરાવવામાં આવી ચૂક્યા હતા પરંતુ મહિલાનનુ ઑપરેશન બાદ મોત થઈ ગયુ જ્યારે બાળકની હાલત ગંભીર છે.

મૃતકના પતિ સંજીવ કુમાર ખરવારે જણાવ્યુ કે ડૉક્ટર જ્યારે ઑપરેશન કરવા માટે ઑપરેશન થિયેટરમાં પહોંચ્યા ત્યારે દારૂના નશામાં હતા. ઑપરેશન બાદ ડૉક્ટરોએ જણાવ્યુ કે બાળકની હાલત ગંભીર છે. આને સદર હોસ્પિટલના આઈસીયુમાં ભરતી કરાવો. આ દરમિયાન જ્યારે તે બાળકને લઈને સદર હોસ્પિટલ પહોંચ્યા તો ફોન આવ્યો કે હાર્ટ એટેકના કારણે તેમની પત્નીનુ મોત થઈ ગયુ છે. ત્યારબાદ મહિલાના પરિવારજનોએ પોલિસને લેખિત આવેદન આપ્યુ અને પોલિસ કેસની તપાસ માટે પહોંચી. વળી, આરોપી ડૉક્ટર પ્રેમ રંજને જણાવ્યુ કે તેના ક્લિનિકમાં ડિલિવરી પેશન્ટનો કેસ આવ્યો હતો. ઑપરેશન બાદ મહિલાનો હાર્ટ એટેક આવી ગયો જેનાથી તેનુ મોત થઈ ગયુ. વળી, બાળકની સ્થિતિ નાજુક છે. ડૉક્ટરે દારૂ પીવાના આરોપોનો ઈનકાર કર્યો છે અને ઑપરેશન બાદ મહિલાને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત કહી. હાલમાં પીડિત પરિવારજનોએ ભભુઆ પોલિસ સ્ટેશનમાં ડૉક્ટર સામે આવેદ કરીને કાર્યવાહીની માંગ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X