ટેક્સટાઇલ કિંગની પત્ની અંડરવિયરમાં સંતાડીને કરતી હતી હિરાની તસ્કરી, ધરપકડ
મુંબઇ, 3 ઓગષ્ટ: ટેક્સટાઇલ ટાઇકૂન અને સિયારામ સિલ્ક મિલ્સના માલિક અભિષેક પોદ્દારની પત્ની વિહારી પોદ્દારને હિરાની તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વિહારીને મુંબઇને છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2.35 કરોડ રૂપિયાના હિરા અને સોનાના ઘરેણાં સાથે ધરપકડ કરવામાં આવી હતી. સિંગાપુરથી ભારત આવી રહેલી વિહારી પોતાની અંડરવિયરમાં હિરા સંતાડીને લાવી રહી હતી.
સિયારામ સિલ્ક મિલ્સ ઘરાનાની પત્ની સિંગાપુરમાં વિહારી જ્વેલરીની ડાયરેક્ટર છે. સિંગાપુરથી પરત ફરતી વખતે તેની ઘરણાં અને રોકડ સાથે એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ડાયરેક્ટર ઓફ રેવન્યૂ ઇન્ટેલિજેન્સના ઓફિસર્સના જણાવ્યા અનુસાર ગ્રીન ચેનલમાંથી પસાર થતી વખતે વિહારીએ પોતાના અંડરગાર્મેંટ્સમાં હિરાજડિત સોનાના દાગીના સંતાડ્યા હતા. આ જ્વેલરી વિશે તેમને કોઇ પૂર્વ જાણકારી આપી ન હતી.
અધિકારીઓને આ અંગે જેવી જાણકારી મળી તરત જ તેની ધરપકડ કરી તેની તપાસ શરૂ કરી દિધી. તપાસ દરમિયાન તેના અંડરવિયરમાંથી આ ઘરેણાં મળ્યા હતા. ત્યારબાદ એર ઇન્ટેલિજન્સ યૂનિટની મદદથી વિહારીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન વિહારી પોદ્દરાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. આ સાથે-સાથે તેને સ્વિકાર્યું હતું કે ગત મહિનાઓમાં તેને લગભગ 10 વાર જ્વેલરીની તસ્કરી કરી હતી.

કોર્ટે વિહારીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દિધી છે. આ પ્રથમ કિસ્સો નથી કે કોઇ બિઝનેસ ટાઇકુન ઘરાનાની મહિલા સ્મગલિંગના આરોપમાં પકડાઇ હોય. આ પહેલાં મફતલાલ ઘરાનાની વહૂ શીતલ મફતલાલ પણ આ પ્રકારના ઘરેણાંની તસ્કરીમાં ધરપકડ થઇ ચૂકેલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
