Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મણિપુર ન્યૂડ પરેડનો વીડિયો રેકોર્ડ કોણે કર્યો? પોલીસને મળ્યા મહત્વના પુરાવા

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નબળી નીતિ અને રાજ્ય સરકારની નિષ્ફળતાને કારણે મણિપુરમાં મહિલાઓ સાથે અત્યાચારની રૂહ કંપાવી દેનારી તસવીરો સામે આવી હતી. હવે આ ઘટનામાં પોલીસને વીડિયો ઉતારનારા શખ્સનો પત્તો લાગ્યો છે.

અહેવાલો અનુસાર, મણિપુરમાં મહિલાઓને નગ્ર પરેડ કરાવી રેપ કરવાની ઘટનામાં પોલીસને મોટા પુરાવા હાથ લાગ્યા છે. પોલીસે જે ફોનમાં વીડિયો રેકોર્ડ કરાયો તે ફોન સહિતના પુરાવા કબજે કર્યા છે.

Manipur Nude Parade Case

અધિકારીઓ અનુસાર, પોલીસને ધરપકડ કરાયેલા છ આરોપીઓમાંથી એક પાસેથી આ મોબાઈલ ફોન મળ્યો છે. પોલીસ માની રહી છે કે આ ફોનનો ઉપયોગ આરોપીઓએ મહિલાઓના વીડિયો બનાવવા માટે કર્યો છે.

જો કે, પોલીસે હજુ સુધી વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. તપાસમાં આ ફોન મહત્વની કડી સાબિત થઈ શકે છે. પોલીસે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને 11 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. હાલ પોલીસ અન્ય આરોપીઓને પકડવા દરોડા પાડી રહી છે.

બીજી તરફ એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ફોન જપ્ત કરીને સાયબર સેલને મોકલાયા છે. અમે માનીએ છીએ કે અમારી પાસે એ ફોન છે જેના પર વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો.

આ સિવાય પોલીસ અન્ય લોકોની ઓળખ માટે છ લોકોની પૂછપરછ કરી રહી છે. આ લોકો પર મહિલાઓને નિવસ્ત્ર કરીને તેના પરિવારના બે પુરૂષ સભ્યોની હત્યામાં સામેલ હોવાની આશંકા છે.

એક તપાસ અધિકારીએ જમાવ્યુ કે, સંભવ છે કે આ કેસમાં સામેલ ટોળામાંથી કેટલાક લોકો તે ટોળાનો ભાગ હતા જેણે 4 મેની મધ્યરાત્રિએ બી ફેનોમ ગામ પર હુમલો કર્યો હતો. તે રાત્રે નોંગપોક સેકમાઈને પોલીસ સ્ટેશન વિસ્તારના અન્ય એક ગામ વિશે માહિતી મળી હતી, જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તે ગામમાં આગચંપી કરવામાં પણ આ જ ટોળું સામેલ હતું કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X