Same Sex Marriage : પુરુષ-પુરુષ વિવાહમાં પત્ની કોણ? રેપની સ્થિતિમાં શું થશે? જાણો સુપ્રિમ કોર્ટના 5 સવાલ

Same Sex Marriage : સમલૈંગિક વિવાહને કાનુની માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ આજે છઠ્ઠા દિવસે સુનાવણી જાહેર છે. સર્વોચ્ચ અદાલત આજે આ કેસ સાથે જોડાયેલા 15 અરજીની સુનાવણી ચાલી રહી છે.

આ અરજીની સુનાવણી દરમિયાન સરકાર અને અરજદારના વકીલો પોતપોતાની રીતે દલીલો કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કોર્ટમાં પૂછ્યું છે કે, જો પુરુષ-પુરુષ સમલૈંગિક લગ્ન હેઠળ એકબીજા સાથે લગ્ન કરે, તો પત્ની કોને કહેવાય?

Same Sex Marriage

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં પૂછ્યું હતું કે, જો સ્ત્રી-પુરુષ સમલૈંગિક લગ્ન હેઠળ એકબીજા સાથે લગ્ન કરે તો પત્ની કોને કહેવાય? બંને વચ્ચે છૂટાછેડાનો આધાર શું હશે?

ભરણપોષણથી લઈને બીજી ઘણી સમસ્યાઓ સામે આવશે. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનું પણ વિચારી રહી છે, તો તેમણે જાતીય અભિગમની 72 વિવિધ કેટેગરી પર ધ્યાન આપવું પડશે.

કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેચને જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલત એક ખૂબ જ જટિલ વિષય સાથે કામ કરી રહી છે, જેની સામાજિક અસરો ઊંડી છે. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જો એક જીવનસાથી મૃત્યુ પામે છે, તો જે વ્યક્તિ પાછળ રહી જાય છે, તે વિધવા કે વિધુર કહેવાશે.

એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, હવે ડોમિસાઈલના મુદ્દા પર આવીએ. લગ્ન દરમિયાન પત્ની એ ડોમિસાઇલ છે અને એ નક્કી કરવાનું છે કે, પત્ની કોણ છે. ઉત્તરાધિકાર ધારો પિતા, માતા, ભાઈ, વિધવા, વિધુર, જો આ સંબંધમાં એક પાર્ટનર મૃત્યુ પામે તો પાછળ કોણ રહેશે? વિધવા કે વિધુર?

એસજી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં પૂછ્યું હતું કે, જો પુરુષ અને પુરુષ વચ્ચે લગ્ન થાય છે, તો એક જ પુરુષ બળાત્કારનો દોષી ગણાશે. અહીં કલમ 375 જુઓ, ફક્ત પુરુષો જ બળાત્કાર કરી શકે છે.

તેના પર જસ્ટિસ ભટે જવાબ આપ્યો કે, જો કોઈ ગે પુરુષ બીજા પુરુષ પર બળાત્કાર કરે. તો 375 નહીં તો કલમ 377 આવે છે. એસજી આગળ કહે છે, કલમ 377 ફક્ત સહમતિથી સમલૈંગિક યુગલો માટે જ અપરાધિક છે.

એસજી તુષાર મહેતાએ પૂછ્યું હતું કે, જો કસ્ટડી માતાની છે, તો માતા કોની હશે? એસજી તુષાર મહેતા કહે છે કે, જો કસ્ટડી માતા પાસે જાય છે, તો જોવાનું રહેશે કે માતા કોણ છે? માતા હશે જેને આપણે સમજીએ છીએ.

તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, લગ્ન સંબંધિત કાયદાઓ સિવાય પુરૂષો અને મહિલાઓ માટે અલગ-અલગ 160 જોગવાઈઓ પર પણ ધ્યાન આપવું પડશે.

આ સાથે તેમણે સવાલ કર્યો કે, આ તમામ જોગવાઈઓમાં સુધારો કરીને કોર્ટ વિધાનસભાથી ઉપર ગઈ છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે, લગ્નના અધિકારનો અર્થ એ નથી કે, સરકારને લગ્નની નવી વ્યાખ્યા ઘડવા દબાણ કરવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X