કોણ છે મણિપુરના નવા DGP રાજીવ સિંહ? હિંસા વચ્ચે મળી મહત્વની જવાબદારી
ગૃહમંત્રી અમિત શાહ વંશીય હિંસા સામે ઝઝૂમી રહેલા પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા પ્રવાસે છે. મણિપુરમાં 3 મેથી ફાટી નીકળેલી હિંસા હજુ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારના એક પછી એક પ્રયાસો ચાલુ છે.
દરમિયાન રાજ્યની પોલીસિંગમાં મોટા વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. અમિત શાહની મુલાકાત વચ્ચે મણિપુરના નવા ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે.

1993 બેચના IPS અધિકારી રાજીવ સિંહને મણિપુરના નવા DGP બનાવવામાં આવ્યા છે. ડીજીપી પી ડોંગલેના સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે. વાસ્તવમાં, રાજ્યમાં હિંસા પર અંકુશ ન મેળવી શકવાને કારણે પી ડોંગલની બદલી કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને રાજીવ સિંહને આ જવાબદારી સોંપવામાં આવી છે.
Rajiv Singh appointed as Manipur DGP, Head of Police Force. P Doungel appointed as OSD(Home) pic.twitter.com/405d6FGfxi
— ANI (@ANI) June 1, 2023
જ્યારે પી ડોંગલને ઓએસડી (હોમ)ના પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ત્રિપુરાના રાજીવ સિંહને મણિપુર કેડરમાં ડેપ્યુટેશન પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેના આદેશ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યા છે. આદેશ મુજબ તેમને ત્રણ વર્ષ માટે ડેપ્યુટેશન પર મણિપુર કેડરમાં મોકલવામાં આવ્યા છે.
મણિપુરના નવા ડીજીપી રાજીવ સિંહ 1993 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ CRPFમાં ઈન્સ્પેક્ટર જનરલના પદ પર પણ રહી ચૂક્યા છે. મૂળ બિહારના રહેવાસી રાજીવ સિંહ સીબીઆઈમાં પણ કામ કરી ચૂક્યા છે. તેને નક્સલવાદી વિસ્તારોમાં કામ કરવાનો અનુભવ છે.












Click it and Unblock the Notifications
