ફેક ન્યુઝ રોકવા માટે વહાર્ટસપનું મોટું એલાન, ભર્યા આ પગલાં
વહાર્ટસપ ઘ્વારા ફેક ન્યુઝ વિશે માહિતી મેળવવા માટે એક મોટું પગલું ભરવા માટે એલાન કરવામાં આવ્યું છે.
વહાર્ટસપ પર સતત ફેલાઈ રહેલી અફવાહો અંગે કેન્દ્ર સરકારે ચેતવણી નિર્દેશ આપ્યા હતા. સરકારે વહાર્ટસપ ફેક મેસેજ ચેક કરવા માટે કહ્યું તેની સાથે સાથે તેને રોકવા માટે જરૂરી પગલાં ભરવા માટે પણ કહ્યું છે. સરકારના આ નિર્ણય પછી વહાર્ટસપ ઘ્વારા ફેક ન્યુઝ વિશે માહિતી મેળવવા માટે એક મોટું પગલું ભરવા માટે એલાન કરવામાં આવ્યું છે. વહાર્ટસપ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક્સપર્ટ ફેક ન્યુઝ અને અફવાહો ફેલાવતી ખબરો પર રિસર્ચ કરે. તેમને તેના માટે 34 લાખ રૂપિયા આપવામાં આવશે. વહાર્ટસપ ઘ્વારા બુધવારે આ મામલે રિસર્ચ કરનાર એક્સપર્ટ માટે ગ્લોબલ એવોર્ડનું પણ એલાન કરવામાં આવ્યું છે.

વહાર્ટસપએ ઉઠાવ્યું મોટું પગલું
વહાર્ટસપ પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પોતાના યુઝરની સુરક્ષા પ્રતિ ખુબ જ ગંભીર છે. એવી પરિસ્થિતિમાં અમે આ નવા પ્રોજેક્ટ ઘ્વારા અમે ભારતના શિક્ષિત જાણકારોને સાથે જોડવા માટે તૈયાર છે. તેની પાછળનો મુખ્ય ઉદેશ તે બાબત જાણવાનો છે કે આખરે કઈ રીતે ખોટી જાણકારી સોશ્યિલ મીડિયા ઘ્વારા ફેલાવવામાં આવે છે. તેમને આગળ જણાવ્યું કે આ રિસર્ચની મદદ ઘ્વારા આપણે ફેક ન્યુઝ ઓળખીને ખોટી જાણકારીને આગળ ફેલાવવાથી રોકીશુ, જેને કારણે ફેસ ન્યુઝ આગળ વધી શકે નહીં.

ફેક ન્યુઝ પર લગામ લગાવવા માટે મોટો નિર્ણય
વહાર્ટસપ રિસર્ચ એવોર્ડ ઘ્વારા તે સ્વતંત્ર અનુસંધાન પ્રસ્તાવોની ફંડિંગ કરવામાં આવશે, જેને વહાર્ટસપ, ફેસબૂક અને વેપાર જાણકારો સાથે શેર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વહાર્ટસપ આ પ્રસ્તાવ માટે દરેક શોધ પ્રસ્તાવ પર 50,000 ડોલર એટલે કે લગભગ 34 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપશે. તેની સાથે સાથે વહાર્ટસપ આ ઇનામ મેળવનારને બે વર્કશોપમાં ભાગ લેવા માટે પણ આમંત્રિત કરશે.

રિસર્ચરને 34 લાખ રૂપિયા મળશે
વહાર્ટસપના પહેલા વર્કશોપમાં પુરસ્કાર વિજેતા આ વાતની આખી રિપોર્ટ રજુ કરશે, કઈ રીતે એપમાં ખોટી જણકારી વિશે માહિતી મેળવી શકાય. આ વર્કશોપ 29-30 ઓક્ટોબરમાં સીએના મેન્લો પાર્કમાં યોજવામાં આવશે. બીજા વર્કશોપમાં ઇનામ વિજેતાને પોતાની પ્રારંભિક શોધનો નિષ્કર્ષ રજુ કરવા માટે અનુમતિ આપશે. આ વર્કશોપ એપ્રિલ 2019 દરમિયાન આયોજિત કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
