મમતા પર હુમલોઃ બંગાળ સરકારે ECને મોકલ્યો રિપોર્ટ, કારના દરવાજાના કારણે થઈ ઈજા
મમતા બેનર્જી પર થયેલા કથિત હુમલા મામલે પશ્ચિમ બંગાળ સરકારે રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ મોકલ્યો છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે 10 માર્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન નંદીગ્રામમાં તેમના પર ચારથી પાંચ લોકોએ હુમલો કર્યો હતો ત્યારબાદ તેમના ઈજા થઈ. હવે આ સમગ્ર મામલે પશ્ચિમ બંગાળ સરકારે રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ મોકલ્યો છે. આ રિપોર્ટમાં ક્યાંય પણ ચારથી પાંચ લોકોના હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રિપોર્ટમાં કારના ખુલ્લા દરવાજા અને ભીડનો ઉલ્લેખ છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે શુક્રવારે સાંજે મમતા બેનર્જી પર થયેલ કથિત હુમલા મામલે પોતાનો રિપોર્ટ ચૂંટણી પંચને સોંપી દીધો છે. ચૂંટણી પંચના અધિકારી વીડિયો કૉન્ફરન્સ દ્વારા રિપોર્ટ પર ચર્ચા કરવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે ચૂંટણી પંચને પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે નંદીગ્રામમાં સીએમ મમતા બેનર્જીના પગમાં ઈજા કારના ખુલ્લા દરવાજાના કારણે થઈ છે. હાલમાં મમતા બેનર્જીને બે દિવસના ઈલાજ બાદ કોલકત્તાની એસકેકેએમ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
મમતા બેનર્જીના પગમાં ઈજા કારના દરવાજાથી થઈ
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ દ્વારા ચૂંટણી પંચને મોકવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સીએમ મમતા બેનર્જીના પગમાં ઈજા કારના દરવાજાના કારણે થઈ હતી. જો કે રિપોર્ટમાં એ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કેવી રીતે કારનો દરવાજો બંધ થયો અને મમતા બેનર્જીના ડાબો પગ તેમાં ફસાઈગયો. જો કે રિપોર્ટમાં કાર પાસે લોખંડનો એક થાંભલો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ સ્પષ્ટ રીતે એ પણ નથી જણાવવામાં આવ્યુ કે એ જ થાંભલાથી ટકરાઈને કે પછી લપસ્યા બાદ કારનો દરવાજો બંધ થયો.
ચાર-પાંચ હુમલાખોરોનો રિપોર્ટમાં ઉલ્લેખ નહિ
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ દ્વારા ચૂંટણી પંચને મોકલવામાં આવેલ રિપોર્ટમાં આવા કોઈ પણ ચાર-પાંચ હુમલાખોરોનો ઉલ્લેખ નથી જેમણે મમતા બેનર્જી કે તેમની કારના ખુલ્લા દરવાજાને ષડયંત્ર હેઠળ ધક્કો દીધો હોય. મમતા બેનર્જીનો આરોપ હતો કે તેમના ચારથી પાંચ લોકોએ અચાનક ચૂંટણી પ્રચાર દરમિયાન આવીને ધક્કો માર્યો જેનાથી તેમના પગમાં ઈજા થઈ.
રિપોર્ટમાં ભીડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં આ ઘટના બની ત્યાં આસપાસનો કોઈ એવો વીડિયો કે સીસીટીવી ફૂટેજ નથી મળ્યા જેનાથી આ ઘટના વિશે સ્પષ્ટ માહિતી મળી શકે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિસ્તારમાં એક દુકાનમાં સીસીટીવી હતા પરંતુ તે કામ નહોતા કરી રહ્યા.
મમતા બેનર્જી 10 માર્ચે દૂર્ઘટનાવાળા દિવસે નંદીગ્રામથી પોતાનુ નામાંકન પત્ર ભરવા માટે ગયા હતા. દૂર્ઘટના 10 માર્ચની સાંજે લગભગ 6 વાગ્યાની છે. નંદીગ્રામ સીટથી પોતાનુ નામાંકન પત્ર ભર્યા બાદ મમતા બેનર્જી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન સાંજે 6 વાગ્યા આસપાસ સીએમ મમતા પૂર્વી મેદિનીપુર જિલ્લામાં બિરુલિયા બજારમાં પહોંચ્યા હતા જ્યાં તેમને ઈજા થઈ.












Click it and Unblock the Notifications
