Weather Updates: ગરમીથી ત્રાહિમામ ઉત્તર-પશ્ચિમ ભારત, ગુજરાત સહિત આ રાજ્યોમાં લૂ-આંધી, જ્યારે અહીં થશે વરસાદ

ઉત્તર ભારત અત્યારથી જ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યુ છે. જાણો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ.

નવી દિલ્લીઃ ઉત્તર ભારત અત્યારથી જ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દિલ્લી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં લોકોને 'લૂ'નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે યુપી-બિહારમાં પણ પારો ચાલીસને પાર જઈ શકે છે માટે અહીં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે

મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે

આજે યુપીની રાજધાની લખનઉમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને ધૂળભરેલી આંધીની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી, આગલા બે દિવસની અંદર રાજ્યમાં મહત્તમ તાપમાન 7થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. વળી, બિહારના અમુક વિસ્તારોમાં વરસાદ થવાના અણસાર છે. જો કે, અહીં પણ ગરમી ચરમ પર જ છે. ક્યાંક-ક્યાંક પારો 36 ડિગ્રીની ઉપર જઈ શકે છે.

ગુજરાતમાં પારો વધશે, ઝારખંડમાં હવામાન રહેશે સૂકુ

ગુજરાતમાં પારો વધશે, ઝારખંડમાં હવામાન રહેશે સૂકુ

ઝારખંડમાં આજે હવામાન સૂકુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અહીં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાનુ અનુમાન છે. લોકો અત્યારથી જ પરસેવો-પરસેવો થઈ રહ્યા છે અને બહાર નીકળવુ ઘણુ મુશ્કેલ બની ગયુ છે. ગુજરાતમાં પણ ક્યાંક-ક્યાંક પારો 36 ડિગ્રીને પાર જઈ શકે છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. વળી, રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન છે.

હળવા વરસાદની સંભાવના

હળવા વરસાદની સંભાવના

વિદર્ભ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળમાં હળવા વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. વળી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવના બનેલી છે. અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે અને આ દરમિયાન હળવા પવનો પણ ફૂંકાઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X