Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Weather Updates: દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ

ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે આજથી આગામી ચાર દિવસ સુધી દેશના દસ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે આજથી આગામી ચાર દિવસ સુધી દેશના દસ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં જે રાજ્યોની વાત કરવામાં આવી રહી છે તેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ છે. IMDએ લોકોને ચેતવણી આપી છે કે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

પૂરની સ્થિતિ

પૂરની સ્થિતિ

ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ત્યારે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે. ગુના, રાજગઢ, અગર માલવા, રતલામ, નીમચ અને મંદસૌર જિલ્લામાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધીના ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનુ જનજીવન પણ પ્રભાવિત થયુ છે.

ઓરિસ્સામાં યલો એલર્ટ

ઓરિસ્સામાં યલો એલર્ટ

વળી, ઓરિસ્સામાં યલો એલર્ટ છે. સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરીમાં પણ વરસાદ પડશે. જો રાજધાની દિલ્લીની વાત કરીએ તો આજે પણ દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેશે. અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહી શકે છે.

પંજાબમાં પણ વરસાદના અણસાર

પંજાબમાં પણ વરસાદના અણસાર

જ્યારે પંજાબ, હરિયાણા અને છત્તીસગઢમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે રાજસ્થાનમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. જો દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળમાં પણ ભારે વરસાદની આશંકા છે.

ભારે વરસાદની સંભાવના

ભારે વરસાદની સંભાવના

જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કોંકણ, ગોવા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, તેલંગાણા, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાનમાં વરસાદની આગાહી છે. હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને દિલ્લીમાં હળવા વરસાદની શક્યતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X