Weather Update: હવે ગરમીથી મળશે રાહત, દેશના આ ભાગોમાં પડશે વરસાદ અને કરા

Weather Update: મે મહિનામાં પડી રહેલી કાળઝાળ ગરમી પોતાના ચરમ પર છે. દેશના ઘણા ભાગોમાં હીટવેવ માટે એલર્ટ આપવામાં આવેલુ છે. જો કે, રાહતની વાત એ છે કે હવામાન વિભાગે અમુક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યકત કરી છે.

આઈએમડીના જણાવ્યા મુજબ આજથી દિલ્લી-એનસીઆ સહિત ઘણા રાજ્યોમાં હવામાન બદલાવાની સંભાવના છે. જે બાદ 24 મેથી 28 મે સુધી રાજધાનીમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરાવૃષ્ટિનુ અનુમાન છે.

rain

હવામાનના અહેવાલ મુજબ પાકિસ્તાન તરફથી બનેલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય તરફ આગળ વધી રહ્યુ છે. જેમ-જેમ તે નજીક આવશે તેમ-તેમ હવામાન બદલાશે. મંગળવારે એટલે કે આજે સાંજ સુધી તે હિમાલય સાથે ટકરાઈને સંપૂર્ણ સક્રિય થઈ જશે.

જેના પરિણામે હરિયાણા, દિલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને કરા પડશે. સાથે મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે છે. જેના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં 23 મેએ આંશિક વાદળો છવાયેલા રહેશે અને સાંજના સમયે હળવો વરસાદ થઈ શકે છે. વળી, 24થી 28 મે સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેમજ 23થી 28 મે વચ્ચે મહત્તમ તાપમાન 43 અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી જઈ શકે છે.

આ ઉપરાંત પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે. વળી, રાજસ્થાનમાં પણ 3 દિવસ ધૂળ ભરેલી આંધી સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ વરસાદનુ અનુમાન છે. વળી, બિહારના પણ ઘણા ભાગોમાં આવનારા 3-4 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આઈએમડી મુજબ ઉત્તર પ્રદેશમાં આવતા 24 કલાકમાં અમુક જગ્યાએ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની સંભાવના છે. વળી, આવતા 48 કલાકમાં રાજ્યના મોટાભાગના સ્થળોએ વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X