Weather Update: દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય, આ જગ્યાએ રેડ એલર્ટ, જાણો મોસમના હાલ

Weather Update: હવામાન વિભાગે દેશના 25 રાજ્યોમાં બે દિવસ સુધી ભારે વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેશે. દિલ્લીમાં સતત થઈ રહેલા વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે સવારથી પણ હળવો વરસાદ થઈ રહ્યો છે.

rain

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આજે દિલ્હીમાં ભારે વરસાદ પડશે અને હવામાન ભેજવાળુ રહેશે. વરસાદ દરમિયાન ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. નોંધનીય છે કે હવામાન વિભાગે બે દિવસ માટે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આજે અહીં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહી શકે છે અને પવન ફૂંકાશે.

દિલ્હી ઉપરાંત આજે મુંબઈ, પંજાબ, હરિયાણા, હિમાચલ, રાજસ્થાન, એમપી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ પૂરગ્રસ્ત આસામમાં આજે પણ ભારે વરસાદ પડી શકે છે.

હિમાચલમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે અને હવામાન વિભાગે અહીં એલર્ટ જાહેર કર્યું છે. મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે ગુજરાત, કોંકણ અને ગોવા અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચાર ધામ યાત્રા પર હાલમાં વિરામ છે. રાજ્યભરમાં ડઝનબંધ રસ્તાઓ બંધ છે. મંગળવારે પણ હવામાન વિભાગે રાજ્યભરના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દેહરાદૂન, હરિદ્વાર અને નૈનીતાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની પણ આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ સોમવારે પણ રાજ્યભરમાં વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી હતી. જેના કારણે રાજ્યમાં 43 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. વળી, હિમાચલ પ્રદેશમાં વરસાદ આફતની જેમ વરસ્યો છે. મંડી અને કુલ્લુને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે 12 કલાક સુધી બંધ રહ્યો હતો. જેના કારણે 15 કિલોમીટર જેટલો જામ થઈ ગયો હતો. તેમાં 200થી વધુ લોકો ફસાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X