Weather Update: દેશના ઘણા ભાગોમાં ફેબ્રુઆરીમાં પારો પહોંચશે 40 ડિગ્રીએ, પરંતુ અહીં પડશે વરસાદ
દેશના તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં જ દેશના ઘણા ભાગોમાં પારો 40 ડિગ્રીએ જવાની સંભાવના છે. આવો જાણીએ આજની લેટેસ્ટ હવામાન અપડેટ.
Weather Update: ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં ઠંડીએ લગભગ અલવિદા કહી દીધુ છે અને ગરમીની એન્ટ્રી થઈ ગઈ છે. જેના કારણે ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવા આવ્યુ છે. છેલ્લા ઘણા દિવસોથી દેશના મોટાભાગના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ છે. જેના કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારો થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યુ હતુ કે, 'ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધુ રહેવાની ધારણા છે.'

માર્ચવાળી ગરમી અત્યારે લાગી રહી છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના ઘણા ભાગો જેમ કે મહારાષ્ટ્ર, તેલંગાણા, ઝારખંડ અને છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, મધ્યપ્રદેશ અને બંગાળના કેટલાક વિસ્તારોમાં તાપમાન 35 થી 37 ડિગ્રીની વચ્ચે રહ્યુ છે. જે સામાન્ય રીતે માર્ચના પ્રથમ સપ્તાહમાં નોંધાય છે. તાપમાનમાં તાજેતરના વધારાથી ભારે ગરમી અને હીટવેવની ચિંતા વધી છે. IMDએ જણાવ્યું હતું કે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી.

પારો હજુ બેથી ત્રણ ડિગ્રી વધશે
આ પછી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની આશંકા છે. આ સાથે 25 ફેબ્રુઆરીથી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યુ છે, જેના કારણે તાપમાનમાં વધારો થશે. જો દેશની રાજધાની દિલ્લીની વાત કરીએ તો આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાઈ શકે છે. જો કે આજે દિલ્લીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી દિવસોમાં દિલ્લી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.

આ જગ્યાએ પડશે વરસાદ
ઉત્તર ભારતના ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં હવામાનની પેટર્ન હજુ પણ ઠંડી છે. હજુ પણ ઘણી જગ્યાએ છૂટાછવાઈ હિમવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ અને આસામમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવા વરસાદની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
