Weather Update: દિલ્લીમાં વાદળો અને વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષા, તાપમાન શૂન્યથી નીચે

હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્લીમાં વાદળો છવાયેલા રહેશે અને 29 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે. અહીં જાણો હવામાન અપડેટ.

Weather Update: દિલ્લીમાં આવતા અમુક દિવસો સુધી વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. ભીષણ ઠંડી બાદ હવે ધીમે-ધીમે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે અમુક વિસ્તારોમાં ધૂમ્મસ છવાયેલુ રહ્યુ. વળી, 29 જાન્યુઆરીના રોજ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજધાનીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. જે આ મહિનામાં અત્યાર સુધીનુ સર્વાધિક છે.

વાદળા છવાયેલા રહેશે, વરસાદની સંભાવના

વાદળા છવાયેલા રહેશે, વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ, જે આ સિઝનના સરેરાશથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આગામી ચાર-પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 29 જાન્યુઆરીએ હળવો વરસાદ પડી શકે છે. દિલ્લીમાં આ વખતે શિયાળાની સિઝનમાં હજુ સુધી વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવેમ્બર અને ડિસેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવને કારણે આવુ બન્યુ. ગયા વર્ષે જાન્યુઆરીમાં શહેરમાં 82.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1901 બાદથી આ મહિનામાં સૌથી વધુ હતો.

દિલ્લીમાં પ્રદૂષણનુ સ્તર

દિલ્લીમાં પ્રદૂષણનુ સ્તર

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્લીમાં વાદળોના આવરણને કારણે લગભગ એક અઠવાડિયા સુધી લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ દિલ્લીમાં એકંદરે એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) 297 નોંધાયો હતો. 0 અને 50ની વચ્ચેનો AQI 'સારુ', 51થી 100 વચ્ચે 'સંતોષકારક', 101થી 200 વચ્ચે 'મધ્યમ', 201થી 300 વચ્ચે 'ખરાબ', 301થી 400 વચ્ચે 'ખૂબ ખરાબ' અને 401થી 500 વચ્ચે 'ગંભીર' માનવામાં આવે છે. સ્કાયમેટ વેધર સર્વિસિસના મહેશ પાલવતે કહ્યું કે આગામી બે દિવસમાં દિલ્લીનુ લઘુત્તમ તાપમાન ઘટી શકે છે.

કાશ્મીરના અમુક ભાગોમાં હિમવર્ષા યથાવત

કાશ્મીરના અમુક ભાગોમાં હિમવર્ષા યથાવત

હવામાન વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી કે કાશ્મીરમાં ઘણી જગ્યાએ હિમવર્ષા ચાલુ છે. ખીણમાં વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જોકે ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે રહ્યુ હતુ. કાશ્મીરમાં ખાસ કરીને દક્ષિણ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન વિભાગે શુક્રવારે હવામાન સૂકુ રહેવાની આગાહી કરી છે. હિમવર્ષા અને વાદળછાયા આકાશને કારણે ખીણના મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ, જે અગાઉ કરતા 0.0 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. કાશ્મીર ખીણના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. વાર્ષિક અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X