એલર્ટઃ આગામી અમુક કલાકોમાં આ રાજ્યોમાં આવી શકે છે ધૂળ ભરેલુ તોફાન

સ્કાઈમેટ મુજબ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ધૂળ ભરેલ આંધી આવવા અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાના અણસાર છે.

કેરળના સમુદ્રથી આવેલ દક્ષિણ-પશ્ચિમ મોનસુન હાલમાં પૂરી ગતિ સાથે આગળ વધી રહ્યુ છે અને તેણે દેશના લગભગ અડધાથી વધારે ભાગને કવર કરી લીધુ છે. જેના કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદના સમાચાર છે પરંતુ હજુ પણ દેશના અમુક રાજ્યો એવા છે જે વરસાદ માટે તરસી રહ્યા છે. સ્કાઈમેટ અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્લી અને રાજસ્થાનમાં મોનસુનના વિલંબના કારણે હવામાન હજુ પણ શુષ્ક અને ગરમ છે. જો કે આગામી 24 કલાકમાં હવામાનમાં ફેરફાર થવાની આશા છે.

આ રાજ્યોમાં આવી શકે છે ધૂળ ભરેલુ તોફાન

આ રાજ્યોમાં આવી શકે છે ધૂળ ભરેલુ તોફાન

સ્કાઈમેટ મુજબ આ રાજ્યોમાં ધૂળ ભરેલ આંધી આવવા અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાના અણસાર છે. જેનાથી લોકોને ગરમ હવામાન સાથે લૂમાંથી પણ રાહત મળશે. સ્કાઈમેટ અનુસાર આજે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને યુપીની અમુક જગ્યાઓએ ભારે વરસાદ થવાની સંભાવના છે એટલા માટે વિભાગ અને પ્રશાસને પર્યટકો માટે કાલે જ એલર્ટ જાહેર કર્યુ હતુ.

ઉત્તરાખંડમાં વરસાદ

ઉત્તરાખંડમાં વરસાદ

વિભાગે કહ્યુ છે કે ઉત્તરાખંડના દેહરાદૂન, ઋષિકેશ, હરિદ્વાર અને હિમાચલ પ્રદેશના કુલ્લુ, કિન્નૌર અને મંડીમાં આગામી 24 કલાકો દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ ઝડપી પવન ફૂંકાશે અને વિજળી પણ કડકશે પરંતુ દિલ્લીમાં મોનસુન જુલાઈના પહેલા સપ્તાહ સુધી પહોંચી જશે.

ગુજરાતમાં ચોમાસુ

ગુજરાતમાં ચોમાસુ

દક્ષિણ પશ્ચિમ મોનસુન 2019 ઘણા લાંબા વિલંબ બાદ ગુજરાત પહોંચ્યો છે. હાલમાં ચોમાસાની ઉત્તર સીમા વેરાવણ અને સુરતથી પસાર થઈ રહી છે. ચક્રવાતી તોફાન ‘વાયુ' ના કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે. હાલમાં હવે ચોમાસુ રાજ્યમાં પ્રવેશી ચૂક્યુ છે. હવામાન વિશેષજ્ઞો અનુસાદ વરસાદની આ ગતિવિધિઓ 28 જૂન સુધી ચાલુ રહેશે.

આજે યુપીના ઘણા જિલ્લાઓમાં થઈ શકે વરસાદ

આજે યુપીના ઘણા જિલ્લાઓમાં થઈ શકે વરસાદ

હવામાન વિભાગને યુપીમાં પણ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગનું કહેવુ છે કે ચોમાસાના વરસાદ દરમિયાન ઝડપી પવનો ફૂંકાશે અને વીજળી કડકશે. આ મહિનાના અંત કે જુલાઈના પહેલા સપ્તાહ સુધી મોનસુન આખા ભારતને કવર કરી લેશે. દેશના મોટાભાગના રાજ્યોમાં મોનસુન પહોંચી ચૂક્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X