Viral News : કોર્ટમા બોલી પ્રેમિકા, હું નવ વર્ષથી પ્રેમમાં છું, પ્રેમીને પેરોલ આપો નહીં તો...

Viral News : કર્ણાટકમાં એક અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હત્યાના આરોપમાં દોષી સાબિત થયેલા કેદીને કર્ણાટક હાઇકોર્ટે લગ્ન માટે 15 દિવસની પેરોલ આપી છે.

કોઇપણ કેદીને લગ્ન માટે પેરોલ આપવાનો આ અનોખો કિસ્સો છે. કર્ણાટક હાઇકોર્ટમાં આ માટે સજા કાપી રહેલા ઇસમની મા અને પ્રેમિકાએ અરજી કરી હતી.

Viral News

જાણો શું છે સમગ્ર ઘટના?

કર્ણાટકમાં આનંદ નામના યુવકને હત્યાના એક કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. હાલમાં તે બેંગ્લોરની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. આનંદની માતા રત્નમ્મા અને તેની મંગેતર જી નીતાએ તાજેતરમાં જ કર્ણાટક હાઈકોર્ટમાં ઈમરજન્સી પેરોલની અરજી કરી હતી.

રત્નમ્માએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તેના બંને પુત્રો જેલમાં છે. તે વૃદ્ધ છે અને ઘણી બીમારીઓથી પીડિત છે. તેની ઈચ્છા છે કે, આનંદ નીતા સાથે લગ્ન કરે, અને તે તેમના વંશને વધતો જોવા માંગે છે.

રત્નમ્માએ જણાવ્યું હતું કે, નીતા નવ વર્ષથી આનંદના પ્રેમમાં છે. બંને પોતાની મરજીથી લગ્ન કરવા માંગે છે. પેરોલ અરજીમાં ગર્લફ્રેન્ડ નીતાએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે, જો આનંદને છોડવામાં નહીં આવે અને જલ્દી લગ્ન નહીં કરે, તો તેના લગ્ન કોઈ અન્ય સાથે થઈ જશે.

આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ સંબંધિત જેલ સત્તાવાળાઓને 5 થી 20 એપ્રિલના સમયગાળા માટે આનંદને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સત્તાવાળાઓને પેરોલની મુદત પૂરી થયા બાદ કેદી જેલમાં પરત ફરે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો.

અદાલતે પોતાના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે, પ્રતિવાદી (જેલ સત્તાવાળાઓ) એ સુનિશ્ચિત કરવા માટે કડક શરતો નક્કી કરશે કે, અટકાયત કરાયેલા વ્યક્તિને જેલ (જેલમાં) પરત કરવામાં આવે અને તે આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ ગુનો ન કરે.

છ વર્ષથી જેલમાં છે આનંદ

આનંદને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, તેણે સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કર્ણાટક હાઈકોર્ટે તેની સજા ઘટાડીને દસ વર્ષની કરી હતી. આ અગાઉ છ વર્ષ જેલમાં રહી ચૂક્યો છે.

સરકારી વકીલે દલીલ કરી હતી કે, દોષિતને લગ્ન કરવા માટે પેરોલની કોઈ જોગવાઈ નથી. જો કોઈ બીજાના લગ્નમાં હાજરી આપવા માટે પેરોલ માંગવામાં આવે તો આ કેસ છે, પરંતુ કર્ણાટકા હાઈકોર્ટે સરકારી વકીલની દલીલ સ્વીકારી ન હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X