Video : બોલ્ડ અંદાજમાં બાઈક પર ડિલિવરી કરવા નીકળી ઝોમેટો ગર્લ, જાણો શું કહ્યું ઝોમેટોએ?

અવારનવાર સોશિયલ મીડિયા પર ઝોમેટો સહિતની ફૂડ ડિલિવરી કંપનીના ડિલિવરી બોય સોશિયલ મીડિયા પર વિવિધ કારણોસર ચર્ચામાં રહે છે. હવે ઝોમેટોની એક સુપર બોલ્ડ ડિલિવરી ગર્લ સોશિયલ મીડિયા પર છવાઈ છે.

હાલ સોશિયલ મીડિયા પર ઝોમેટોની એક ડિલિવરી ગર્લનો વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ ગર્લ ઝોમેટોના પેકેજ સાથે બાઇક પર જોવા મળી રહી છે અને આ વીડિયોએ સોશિયલ મીડિયાનો પારો ઉચકી દીધો છે.

Zomato girl

16 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોને દોઢ લાખથી વધુ વ્યૂ મળ્યા છે અને સતત વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના કેપ્શન અનુસાર, આ વીડિયો ઈન્દોરના વિજયનગરનો છે. આ યુવતી હેલ્મેટ વગર અને ઝોમેટો બેગ સાથે બાઇક ચલાવી રહી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા યુઝરે લખ્યુ કે, ઈન્દોર #Zomato માર્કેટિંગ હેડને આ વિચાર આવ્યો હશે. તેઓએ સવારે એક કલાક અને સાંજે એક કલાક માટે ખાલી Zomato બેગ સાથે વાહન ચલાવવા માટે એક મોડેલ ભાડે રાખી. Zomato ઝડપથી આગળ વધી રહ્યી છે.

આ ક્લિપ જોયા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે તો બીજી તરફ કોમેન્ટ કરનારા લોકોને ઝોમેટોએ પણ જવાબ આપ્યો છે. ઝોમેટોએ કહ્યું કે, આ વાત સામે આવી છે. આ યુવતી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સાથે બિલકુલ સંકળાયેલી નથી. કંપનીના સીઈઓ દીપેન્દ્ર ગોયલે ટ્વિટર પર સ્પષ્ટતા કરી કે ઝોમેટોને આ યુવતી સાથે કોઈ લેવાદેવા નથી.

ઝોમેટોએ કહ્યું કે, તેમની પાસે ઈન્દોરના માર્કેટિંગ હેડ નામે કોઈ કર્મચારી નથી. આ સિવાય ગોયલે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ઝોમેટો હેલ્મેટ વગરના બાઇકર્સને બિલકુલ સપોર્ટ કરતું નથી.

ઝોમેટોએ કહ્યું કે, એવું લાગે છે કે કોઈ અમારી બ્રાન્ડ પર ફ્રી-રાઈડ કરી રહ્યું છે. મહિલાઓ ડિલિવરી કરે તે કંઈ ખોટું નથી. અમારી પાસે સેંકડો મહિલાઓ છે, જે તેમના પરિવારને ટેકો આપવા અને તેમની આજીવિકા કમાવવા માટે દિવસ-રાત ખોરાક પહોંચાડે છે. અને અમને તેમના પર ગર્વ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X