Lok Sabha Election 2024: કોંગ્રેસના ગઢમાં ગાબડું કરશે ગાંધી, આ બેઠકથી ચૂંટણી લડશે વરૂણ અને મેનકા
Lok Sabha election 2024: મેનકા ગાંધીને પીલીભીત તો વરૂણ ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી માટે ટીકિટ આપવામાં આવી શકે છે. આ સાથે સુલતાનપૂર બેઠક પર આ વખતે સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને આ શક્યતાની ચર્ચાઓએ વેગ પડ્યો છે. આ ચર્ચાને ઘણી રીતે જોર મળી રહ્યું છે. આ અંગે 22 માર્ચે પુષ્ટી થઇ શકે છે.
સુલતાનપુર બેઠક પર ભાજપ સતત બે ચૂંટણીમાં અજેય રહ્યું હતું. વરુણ ગાંધી 2014ની ચૂંટણીમાં અહીંથી સાંસદ બન્યા હતા અને તેમની માતા મેનકા ગાંધી 2019માં અહીંથી સાંસદ બન્યા હતા. આ વખતે ભાજપ જીતની હેટ્રિક ફટકારવાનું આયોજન કરી રહ્યું છે. અનેક સ્તરે થયેલા સર્વે બાદ આ બેઠક પાર્ટી માટે મજબૂત માનવામાં આવે છે.

સ્થાનિક નેતાને તક આપી શકે છે પાર્ટી - આવી સ્થિતિમાં નવા અને સ્થાનિક ચહેરાને તક આપવાની તૈયારી ચાલી રહી છે. આમાં કુર્મી સમુદાયના ઉમેદવારોને પ્રાધાન્ય મળવાની સંભાવના છે. જોકે, અત્યારે આ માત્ર એક શક્યતા છે.
આંબેડકર નગરને ફૈઝાબાદ ડિવિઝનની સૌથી નબળી સીટ માનવામાં આવતી હતી, આ માટે ભાજપે બીએસપી સાંસદ રિતેશ પાંડેને મેદાનમાં ઉતારીને મોટી દાવ લગાવી છે. આવા સમયે, લખનઉ વિભાગમાં ભાજપની સૌથી મોટી નબળાઈ રાયબરેલી છે. કારણ એ છે કે, કોંગ્રેસ અને ગાંધી પરિવારની પકડ સતત મજબૂત રહી છે.
ગત વખતે સાંસદ તરીકે ચૂંટાયેલા સોનિયા ગાંધીએ આ વખતે પોતાની જાતને સાઈડલાઈન દૂર કરી લીધી હતી. તેઓ રાજ્યસભા દ્વારા ઉપલા ગૃહમાં પહોંચ્યા હતા. તેમનું સ્થાન કોણ લેશે, તે હજુ નક્કી થયું નથી. આવી સ્થિતિમાં આ વખતે ભાજપ ગાંધી પરિવાર દ્વારા પોતાની નબળાઈને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. વરુણ ગાંધીનું નામ આ બેઠક માટે બંધ બેસે છે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પીલીભીતના જે નેતાઓ તેમના નામનો સ્વીકાર નથી કરી રહ્યા, તેઓ આ સૂચનને વધુ સારો વિકલ્પ માની રહ્યા છે. આવી સ્થિતિમાં પીલીભીતથી મેનકા ગાંધીને ચૂંટણી લડાવવાની વધુ સંભાવના છે, જ્યારે વરુણને રાયબરેલીમાં શિફ્ટ કરીને કોંગ્રેસના કિલ્લાને કાંકરો મારવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે, જો ગાંધી પરિવારનો કોઈ સભ્ય કોંગ્રેસમાંથી ચૂંટણી નહીં લડે, તો વરુણ પણ રાયબરેલીના નામ પર સહમત થઈ શકે છે. આ સાથે જ મેનકા ગાંધીનું સંકટ પણ દૂર થશે. આ ઉપરાંત સુલતાનપુર બેઠક પર નવા ચહેરાને અજમાવવાની ઈચ્છા પણ પૂર્ણ થશે.
22 માર્ચ સુધીમાં સ્પષ્ટ થશે ચિત્ર - પક્ષના સૂત્રોનું એમ પણ કહેવું છે કે, અંતિમ નિર્ણય હાઈકમાન્ડે લેવાનો છે, પરંતુ 22 માર્ચ સુધીમાં ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ જશે. જોકે, અમેઠી અને રાયબરેલીને લઈને કોંગ્રેસ દ્વારા હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ કારણોસર ભાજપ પણ યોગ્ય તકની રાહ જોઈ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, ભાજપ મેનકા અને વરુણ ગાંધીની સીટોમાં ફેરફાર કરે છે કે, રિપીટ કરે છે, આ માટે આપણે રાહ જોવી પડશે.












Click it and Unblock the Notifications
