Uttar Pradesh Lok Sabha Election Results: જાણો હેમા માલિની, સ્મૃતિ ઈરાની, નિરહુઆ અને રવિ કિશનના હાલ
Uttar Pradesh Lok Sabha Election Results: લોકસભા ચૂંટણીની મતગણતરી મંગળવારની સવારથી ચાલી રહી છે. ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
જેમાં અરુણ ગોવિલ મેરઠથી, હેમા માલિની મથુરાથી, સ્મૃતિ ઈરાની અમેઠીથી, રવિ કિશન ગોરખપુરથી અને નિરહુઆ આઝમગઢથી ચૂંટણી લડી રહ્યા છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, અત્યાર સુધીની મત ગણતરીમાં આ ઉમેદવારોની શું હાલત છે.
અરુણ ગોવિલ - મેરઠ-હાપુર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ પાછળ ચાલી રહ્યા છે. અરુણ ગોવિલને 408922 મત મળ્યા છે. સામે ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર સુનીતા વર્માને 7488ની લીડ સાથે 416408 વોટ અને BSP ના દેવવ્રત કુમાર ત્યાગીને 58710 વોટ મળ્યા છે.
હેમા માલિની - હેમા માલિની ઉત્તર પ્રદેશની સૌથી હોટ સીટમાંથી એક મથુરાથી ત્રીજી વખત જીત તરફ ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધીની મતગણતરી મુજબ હેમા માલિની 234210 મતોથી આગળ છે. તેમને 381147 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર મુકેશ ડાંગરને 146937 મત મળ્યા છે.

સ્મૃતિ ઈરાની - કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી એકવાર અમેઠીથી ચૂંટણી લડી રહી છે. કિશોરી લાલ શર્મા અહીંથી કોંગ્રેસના ઉમેદવાર છે. હાલમાં, કોંગ્રેસના કિશોરી લાલ શર્મા વલણોમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીથી આગળ છે. સ્મૃતિ ઈરાની 102429 મતથી પાછળ છે. તેને 249934 મત મળ્યા છે. જ્યારે કિશોરી લાલ શર્માને 352363 મત મળ્યા છે.
રવિ કિશન - ફિલ્મ સ્ટાર રવિ કિશન ગોરખપુર સીટ પર ભાજપના ઉમેદવાર છે. જ્યારે કાજલ નિષાદ ઈન્ડિયા એલાયન્સના સપા ઉમેદવાર છે. સાંસદ રવિ કિશન અહીં 51785 મતોથી આગળ છે. તેમને 375653 મત મળ્યા છે. જ્યારે કાજલ નિષાદને 323868 મત મળ્યા છે.
નિરહુઆ - ફિલ્મ સ્ટાર નિરહુઆ આઝમગઢ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાંથી સપાના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવ છે. સપાના ઉમેદવાર 89617 મતોથી આગળ છે. તેમને 242110 મત મળ્યા છે. તો નિરહુઆને 152493 મત મળ્યા છે.












Click it and Unblock the Notifications
