Updates Covid 19 : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ સામે આવ્યા

દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના ગભરાટ વચ્ચે, કોવિડના કેસ પહેલાથી જ ઘટી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 6987 નવા કેસ નોંધાયા છે.

Updates Covid 19 : દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના ગભરાટ વચ્ચે, કોવિડના કેસ પહેલાથી જ ઘટી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા છે અને 162 લોકોના મોત થયા છે, જ્યારે 7,091 લોકો સાજા પણ થયા છે.

નવા કેસ આવ્યા બાદ ભારતમાં કોરોનાના કુલ સક્રિય કેસ હાલમાં વધીને 76,766 થઈ ગયા છે. દેશમાં સંક્રમિતોનો મૃત્યુઆંક વધીને 4,79,682 થઈ ગયો છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,42,30,354 લોકો કોવિડથી સાજા થયા છે.

જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 141.37 કરોડ લોકોને કોરોના સામે રસી આપવામાં આવી છે. નવા કેસમાંથી 422 લોકો ઓમિક્રોનથી પીડિત બહાર આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 108 અને 79 કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ઓમિક્રોનના 422 દર્દીઓમાંથી 130 લોકો સાજા થઈ ગયા છે.

વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું

વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ઓમિક્રોન વિશે ચિંતા કરવાને બદલે સાવચેત રહેવાની જરૂર છે.

તેમણે જાહેરાત કરી કે, 3 જાન્યુઆરી, 2022 થી 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 10 જાન્યુઆરીથી આરોગ્યકર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથી પીડિત વૃદ્ધોને ડોકટર્સની સલાહ પર કોરોના વાયરસની રસીના સાવચેતી ડોઝ આપવામાં આવશે. તેમણેપુનરોચ્ચાર કર્યો કે, કોરોનાને લઈને કોઈ ઢીલાશની જરૂર નથી.

નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ

નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ

સરકારે ભારતમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ 'જોખમી' દેશોમાંથી આવતા પ્રવાસીઓએ હવે RT PCR ટેસ્ટનું પ્રી-બુકિંગકરવું પડશે.

પ્રી-બુકિંગ ટેસ્ટ છ મોટા એરપોર્ટ - દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદ પર થશે.

કોરોના વાયરસનો અંત આવ્યો નથી

કોરોના વાયરસનો અંત આવ્યો નથી

તેથી જ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે, દરેકના મનમાં આ વાત સ્પષ્ટપણે હોવી જોઈએ કે, કોરોના વાયરસનોઅંત આવ્યો નથી અને દરેકે સતર્ક રહેવાની જરૂર છે, નહીં તો સ્થિતિ ફરી એકવાર ભયાનક બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X