Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UP News : યોગી સરકારે 1.33 કરોડ ગ્રામીણ પરિવારો સુધી પહોંચાડ્યું નળનું પાણી

UP News : યોગી સરકાર ઉત્તર પ્રદેશની જનતા માટે સતત કાર્યરત છે. જેમાં ઉત્તર પ્રદેશ સરકારની હર ઘર જલ યોજના હેઠળ 9 કરોડથી વધુ લોકોના ઘરે નળનું પાણી પહોંચાડ્યું છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેણે રાજ્યમાં આ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ અંગે સરકારનું કહેવું છે કે, રાજ્યના 50 ટકા લોકોના ઘરોમાં નળનું પાણી પહોંચી રહ્યું છે.

યોગી સરકારનો દાવો છે કે, રાજ્યના 13325752 ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 79954512 ગ્રામજનોને આ લાભ મળ્યો છે.

UP News

હર ઘર જલ યોજના હેઠળ સરકારનો હેતુ લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવાનો છે. સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં 2.66 કરોડ ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવાનું છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ યોગી સરકારને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.

બુંદેલખંડ અને વિંધ્યના 9 જિલ્લાઓમાં યોગી સરકાર દ્વારા દૂરના વિસ્તારોમાં પીવાલાયક પાણી પહોંચાડવામાં આવ્યું છે. હર ઘર જલ યોજના હેઠળ, બુંદેલખંડના 7 જિલ્લાઓમાં 1178927 ગ્રામીણ પરિવારોને શુદ્ધ નળનું પાણી આપવામાં આવી રહ્યું છે. મહોબા જિલ્લો આ યાદીમાં ટોચ પર છે, જ્યાં 91.88 ટકા ગ્રામીણ ઘરોમાં નળનું પાણી પહોંચી ગયું છે.

વિંધ્યમાં 474244 ગ્રામીણ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. પૂર્વાંચલના 27 જિલ્લાઓમાં 4.81 કરોડથી વધુ ગ્રામવાસીઓને નળનું પાણી મળી રહ્યું છે. તેવી જ રીતે પશ્ચિમ યુપીમાં 6328887 ગ્રામીણ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નમામિ ગંગે અને ગ્રામીણ પાણી પુરવઠા વિભાગ દ્વારા એક નળ એક વૃક્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન 1-7 જુલાઈ સુધી ચાલશે, જે અંતર્ગત પર્યાવરણને પ્રોત્સાહન આપવામાં આવશે. 1-7 જુલાઈની વચ્ચે, 5 લાખ ગ્રામીણ પરિવારો ભાગ લેશે, વૃક્ષારોપણ કરશે અને નળ કનેક્શન મેળવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X