UP News : 1 ટ્રિલિયન ઇકોનોમી તરફ ઉત્તર પ્રદેશનું પ્રયાણ, YEIDA નિભાવશે મુખ્ય ભૂમિકા
UP News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર દ્વારા 25 માર્ચના રોજ 6 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. યોગી સરકારના 6 વર્ષ પૂરા થવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે YEIDAનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, યમુના ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ નોઈડામાં ઘણા પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે, જે ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે કામ કરશે.
આ સાથે સાથે YEIDAના CEO જણાવે છે કે, આવનારા સમયમાં YEIDA ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થામાં એક ટ્રિલિયન અર્થવ્યવસ્થાના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

યોગી સરકાર મોદીના સંકલ્પથી મિશનને સફળતા તરફ લઈ જઈ રહી છે
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર છેલ્લા 6 વર્ષમાં યુપીને વિકાસના મામલામાં પાટા પર લાવવામાં સફળ રહી છે. યુપી સરકાર પોતાની મહેનતના આધારે યુપી પ્રત્યેની ધારણા બદલવામાં સફળ રહી છે. યોગી વારંવાર એ વાતનું પણ પુનરાવર્તન કરે છે કે પહેલા યુપી એક બિમાર રાજ્ય હતું પરંતુ હવે 6 વર્ષમાં તે અન્ય રાજ્યો કરતા ઘણી બાબતોમાં આગળ નીકળી ગયું છે. MSMEની બાબતમાં યુપી સૌથી આગળ છે. યોગી સરકારનું આ કામ મોદીના સંકલ્પથી સિદ્ધિ સુધીના મિશનને પૂર્ણ કરવામાં અને દેશની જીડીપી વધારવામાં મદદ કરશે.
યોગી સરકારે રોકાણ લાવવા માટે 6 વર્ષ કરી મહેનત
CM યોગી આદિત્યનાથે સરકારની રચના બાદ ઉત્તર પ્રદેશમાં રોકાણ લાવવા માટે અગાઉની સરકારમાં લખનઉમાં પ્રથમ ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં જંગી રોકાણ થયું હતું. આ સમારોહથી પ્રોત્સાહિત થઈને યોગી સરકારે બીજી સરકારમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યું અને વિશ્વભરના રોકાણકારોને ઉત્તર પ્રદેશ આવવા આમંત્રણ આપ્યું હતું.
આ માટે સરકારે દેશમાં જ નહીં વિદેશમાં પણ મંત્રીઓના રોડ શો કરાવ્યા. સીએમ પોતે મુંબઈ ગયા અને ત્યાંથી લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે પરત ફર્યા હતા. યોગીએ રોકાણકારોને યુપી આવવા આમંત્રણ આપ્યું હતું અને જ્યારે તેઓ અહીં આવશે, ત્યારે તેમના હિતોનું રક્ષણ કરવાની ખાતરી પણ આપી હતી.
યોગીના 1 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્યને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે YEIDA
સીએમ યોગી આદિત્યનાથની આ મનષાને સમજીને યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ પણ નોઈડાને બિઝનેસના દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવરમાં બની રહ્યું છે કે, મેડિકલ ડિવાઈસ પાર્ક, ઈલેક્ટ્રોનિક પાર્ક કે ન્યૂ ફિલ્મ સિટી કે પછી ટોય પાર્ક.
દરેક ક્ષેત્રના ઉદ્યોગપતિઓને આમંત્રિત કરીને નિયમ મુજબ સમયસર જમીનની ફાળવણી અને મોટા અને મહત્ત્વના પ્રોજેક્ટનું મોનિટરિંગ શરૂ કર્યું. આમાં મુખ્ય ભૂમિકા YEIDAના CEO અરુણવીર સિંહે ભજવી હતી. સરકારના એજન્ડાને સમજીને તેણે તે મુજબ પગલાં લેવાનું શરૂ કર્યું, જેના પરિણામે આજે આ ઓથોરિટી નોઈડામાં મોટા પાયે રોજગાર લાવવામાં સફળ રહી છે.
ઔદ્યોગિક એકમોનું નવું હબ બનશે નોઈડા
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના એક ટ્રિલિયન અર્થવ્યવસ્થાના સ્વપ્ન વિશે, YEIDA CEO અરુણવીર સિંહ જણાવે છે કે, નોઈડામાં યુમના એક્સપ્રેસવે ઓથોરિટી હેઠળ ઘણા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, જે અહીંની અર્થવ્યવસ્થામાં તેજી તરફ દોરી જશે. નોઈડામાં ડિવાઈસ પાર્ક અને ટોય પાર્ક પહેલેથી જ લોન્ચ માટે તૈયાર છે.
આ સાથે માત્ર દેશ જ નહીં, પરંતુ વિશ્વની 16 કંપનીઓએ આ વિસ્તારમાં પોતાના ઔદ્યોગિક એકમો સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને સેક્ટર સાતમાં લગભગ 130 એકર જમીન ફાળવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
