UP News : 5 વર્ષમાં ઉત્તર પ્રદેશ બનશે 1 ટ્રિલિયન અમેરિકી ડોલરની અર્થવ્યવસ્થા, CM યોગીએ કહી આ વાત
UP News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશ પોતાની ક્ષમતાનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. આ સાથે ઉત્તર પ્રદેશ આ ક્ષમતાનો ઉપયોગ કરીને દેશના બહુપરીમાણીય વિકાસમાં સૌથી મજબુત સ્તંભના રૂપમાં સ્થાપિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2017 સુધીમાં ઉત્તર પ્રદેશ 1 ટ્રિલિયનની અર્થવ્યવસ્થાવાળા રાજ્ય બની જશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશને 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે યુપી ફોર યુપી, યુપી ફોર ઈન્ડિયા, યુપી ફોર ગ્લોબલ ની કલ્પના કરવામાં આવી છે. રાજ્યના આ મહત્વકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મુખ્યમંત્રીએ પાંચ વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, સેક્ટર મુજબ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની રણનીતિ ઉત્તર પ્રદેશની ક્ષમતા અનુસાર નક્કી કરવી પડશે. બીજી તરફ શુક્રવારના રોજ આ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અને તેમને આ લક્ષ્યાંક પૂરો કરવા માટે તુરંત જ જોડાવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશને ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું અમારું મિશન છે.
આ માટે સત્તાવાળાઓએ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે મેન્યુફેક્ચરિંગ, આઈટી અને આઈટીઈએસ, ધાર્મિક પ્રવાસન અને કૃષિ છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, લક્ષ્ય હાંસલ કરવા માટે આપણે આપણી સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. આપણે ઉર્જા, આરોગ્ય, શહેરી વિકાસ, શિક્ષણ, ફૂડ પ્રોસેસિંગ અને MSME જેવા ક્ષેત્રો પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, તો જ આ લક્ષ્ય પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીએ રાજ્યને ગ્રીન એનર્જી હબ કેવી રીતે બનાવી શકાય તે અંગે અધિકારીઓ સાથે પણ વાત કરી હતી.
બીજી તરફ બેઠકમાં હાજર અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્ય મહાનગરોને વિવિધ ક્ષેત્રોના હબ તરીકે વિકસાવવાની યોજના છે. આ સિવાય ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને દેશનું પ્રથમ AI શહેર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
