UP News : યોગી સરકારે જનતાને આપી મોટી ભેટ, પાંચ વર્ષના ટ્રાફિક ચલણ માફ કર્યા
UP News : ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા સતત સારા કામ કરવામાં આવી રહ્યા છે. યોગી સરકારે ખાનગી અને કોમર્શિયલ વાહન માલિકોને મોટી ભેટ આપી છે. યોગી સરકારે સમગ્ર ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી વાહનોના ચલણ ન ભરવાવાળા વાહન માલિકોને રાહત આપતા તેમના ચલણ માફ કરી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણયને કારણે રાજ્યના લાખો વાહન માલિકોને લાભ થશે. ટ્રાફિકના અલગ-અલગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ વસૂલવામાં આવેલા ડ્રાઇવર્સ માટે આ સારા સમાચાર છે.

આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશમાં 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 વચ્ચેના તમામ ચલણ કાપવામાં આવ્યા છે. તેના તમામ ચલણ રદ્દ કરવામાં આવ્યા છે. તેમજ જે વિવિધ કોર્ટમાં પેન્ડિંગ છે, તેવા તમામ વાહનોને આ લાગુ પડે છે.
ટ્રાન્સપોર્ટ કમિશનર ચંદ્ર ભૂષણ સિંહે તમામ વિભાગીય પરિવહન અધિકારીઓને કોર્ટમાં સબકમિટીના કેસોની યાદી મળ્યા બાદ પોર્ટલ પરથી આ ચલણો કાઢી નાખવા સૂચના આપી છે. ઉત્તર પ્રદેશ સરકારના આ પગલાથી બાકીના લોકોને મોટી રાહત મળશે.
આ અંગેની સૂચનાઓ સરકાર દ્વારા તમામ વિભાગીય પરિવહન કચેરીઓને મોકલી દેવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટમાં પેન્ડિંગ ચલણની યાદી મળ્યા બાદ તેને ઈ-ચલણ પોર્ટલ પરથી હટાવી દેવામાં આવે. આદેશ અનુસાર, 1 જાન્યુઆરી, 2017 થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા દરમિયાન કાપવામાં આવેલા ચલણને રદ્દ કરવામાં આવી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટ કમિશનરે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ ઓર્ડિનન્સ નંબર 2 જૂન, 2023 દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે, જૂના પેન્ડિંગ ચલણો રદ્દ કરવામાં આવે.
નોંધનીય છે કે, નોઈડામાં ખેડૂતો આ રીતે ચલણ રદ્દ કરવાની માંગ સાથે ધરણા કરી રહ્યા હતા. આ સાથે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કરોડો લોકોના ચલણ માફ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
આવા સમયે આ સમયગાળા પછીના ડ્રાઇવર્સે ગભરાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન ટ્રાફિક ચલણ ભરી શકો છો. તમે ઉત્તર પ્રદેશ ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સંપૂર્ણ માહિતી એકત્રિત કરી શકો છો.
આ માટે માત્ર વાહનનો નંબરની જાણકારી હોવી જરૂરી છે. ખાસ વાત એ છે કે, તમે અહીંથી જ ખોટા ચલણની ફરિયાદ પણ કરી શકો છો. જોકે, વાહનનું ચલણ કપાય, ત્યારે મોબાઈલ નંબર પર મેસેજ પણ આવે છે.












Click it and Unblock the Notifications
