UP News : ઘણા યુવાનો સરકારી નોકરી કરવા માંગતા નથી, CM યોગીએ કહ્યું - આના પર કામ ચાલી રહ્યું છે
UP News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, પહેલા ભરતી પ્રક્રિયા પર સવાલો ઉઠી રહ્યા હતા, જોકે, હવે લાયક ઉમેદવારોને ન્યાય મળે છે. ઉત્તર પ્રદેશ પોલીસમાં દોઢ લાખ જ્ગ્યા ખાલી પડી હતી, કારણ કે, સુપ્રિમ કોર્ટનો સ્ટે હતો. મે અધિકારીઓને જણાવ્યું હતું કે, જે પણ ખામી છે, તેને દુર કરો. આ પહેલા ભરતી પ્રક્રિયા પારદર્શક ન હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારના રોજ સિગ્નેચર બિલ્ડિંગમાં આયોજિત રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષોની 24મી રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, અગાઉ ભરતી પ્રક્રિયામાં ભત્રીજાવાદ અને જાતિવાદનો ઢાંકપિછોડો કરીને લાયકાત અને પ્રતિભા ધરાવતા ઉમેદવારોને અન્યાય કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, અમે ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે સારા પ્રમાણિક લોકોની ટીમ તૈયાર કરી છે. છેલ્લા 6 વર્ષમાં પોલીસ વિભાગમાં 1 લાખ 64 હજારથી વધુ જગ્યાઓ પારદર્શક રીતે ભરવામાં આવી છે.
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાગ લેવો મારા માટે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે, ઉત્તર પ્રદેશ પ્રશાસને છેલ્લા 6 વર્ષમાં જે કંઈ કર્યું છે, તે તમારા બધાના માધ્યમથી દેશના ખૂણે-ખૂણે પહોંચાડવાનું છે. તેમણે જણઆવ્યું હતું કે, એક આદર્શ સમાજમાં, તે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન હોય કે, રાજ્યોનું પબ્લિક સર્વિસ કમિશન, તે બધાની મોટી ભૂમિકા હોય છે.
વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ, નીતિ આયોગે દેશમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓની પ્રક્રિયાને આગળ ધપાવી હતી, જેમાં 112 જિલ્લાઓ હતા, જેમાંથી 8 જિલ્લા ઉત્તર પ્રદેશના હતા. જ્યારે નીતિ આયોગે ટોચના 10 રાજ્યોની યાદી બહાર પાડી હતી, ત્યારે ઉત્તર પ્રદેશ પણ તેમાં સામેલ હતું અને તેના 8 જિલ્લાઓ પણ તેમાં સામેલ હતા. સીએમ યોગીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં સરકારે સાડા પાંચ લાખ નિમણૂંકો કરી છે. કોઈપણ નિમણૂક પર કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી.
સાડાપાંચ લાખ સરકારી નોકરી નહીં ચાલે : યોગી - વધુ માહિતી આપતા યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્યની વસ્તી 25 કરોડ છે, આવી સ્થિતિમાં સાડા પાંચ લાખ સરકારી નોકરીઓ નહીં ચાલે. રાજ્યના ઘણા એવા યુવાનો છે, જેઓ સરકારી નોકરીમાં જોડાવા માંગતા નથી, તેઓ તેમના ક્ષેત્રમાં કંઈક નવું કરવા માંગે છે. સરકાર આના પર કામ કરી રહી છે. આ અંતર્ગત રાજ્યના 75 જિલ્લાઓનું મેપિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 57 જિલ્લાના અનોખા ઉત્પાદનોને નવી ઓળખ આપવામાં આવી હતી.
18 જિલ્લાઓ માટે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, એક યા બીજી પ્રોડક્ટ આ જિલ્લાઓ સાથે પણ જોડાયેલી હોવી જોઈએ. આવી સ્થિતિમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો, જેના કારણે વર્ષ 2017માં ઉત્તર પ્રદેશમાં કુલ નિકાસ 86000 કરોડ હતી, જે આજે લગભગ બે લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
