UP News: બંધ પડેલા થિયેટરોના માલિકોને મળી મોટી રાહત, સરકારે લીધો આ મોટો નિર્ણય

UP Government: ઉત્તર પ્રદેશ સરકારે યુપીમાં બંધ થિયેટરોને લઈને મોટું પગલું ભર્યું છે. સરકારે હવે થિયેટરોની જગ્યાએ શોપિંગ કૉમ્પ્લેક્સ ખોલવાની મંજૂરી આપી છે. જો કે, આ અંગે સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેનું પાલન કર્યા પછી જ આ છૂટછાટ મળશે.

વર્ષોથી બંધ પડેલા સિનેમા હોલના માલિકોને રાહત આપવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ અંગે ઘણા સમયથી માંગ ઉઠી હતી. સરકારે નિર્ણય લીધો છે કે શહેરોમાં બંધ સિનેમા હોલની જગ્યાએ માસ્ટર પ્લાનના નિયમો અનુસાર બહુમાળી કોમ્પ્લેક્સ બનાવી શકાય છે.

theatre

જો કે, આ માટે સંબંધિત માલિકે મનોરંજન કર વિભાગ પાસેથી NOC મેળવવું પડશે. મળતી માહિતી મુજબ, હાઉસિંગ વિભાગના વિશેષ સચિવ ઉદય ભાનુ ત્રિપાઠીએ રાજ્યના કર વિભાગની સંમતિ બાદ આ અંગે સરકારી આદેશ જાહેર કર્યો છે. હવે આ નિયમ અનુસાર સિનેમા હોલ માલિકો યોગ્ય પગલાં લઈ શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X