UP Nagarpalika Election Results: 12 દિવસમાં રેલીઓની હાફ સેન્ચુરી મારીને સીએમ યોગીએ મેળવી 100% સફળતા
UP Nagarpalika Election Results: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીમાં જંગી જીત નોંધાવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપીની નગરપાલિકા ચૂંટણીમાં જોરશોરથી રેલીઓ કરી હતી, જેની અસર પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે.
રાજ્યની તમામ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે મેયર પદ પર જીત મેળવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં 12 દિવસના ગાળામાં 50 રેલીઓને સંબોધિત કરી. જ્યારે 10 જાહેર સભાઓમાં ભાગ લીધો હતો.

યોગી આદિત્યનાથે જે 50 મતવિસ્તારોમાં રેલી કરી હતી તેમાંથી 28 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. ગોરખપુરમાં 4, લખનઉમાં 3 અને વારાણસીમાં 2 જાહેરસભાઓ કરી. પ્રથમ તબક્કામાં 4 મેના રોજ 37 જિલ્લાઓમાં મતદાન થયું હતું.
નગરપાલિકા ચૂંટણીના બીજા તબક્કાની વાત કરીએ તો 11 મેના રોજ મતદાન થયું હતું. યોગી આદિત્યનાથે આ વિસ્તારોમાં 22 રેલીઓ સંબોધી હતી. યોગી આદિત્યનાથ બે વખત અયોધ્યા પહોંચ્યા. ભાજપના ઉમેદવારની જીતમાં મોટી ભૂમિકા ભજવનાર સંત સંમેલનમાં યોગી આદિત્યનાથ પણ જોવા મળ્યા હતા.
યોગી આદિત્યનાથે એકલાએ યુપીમાં નગપાલિકા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે જવાબદારી લીધી હતી. તેમણે તેમની તમામ રેલીઓમાં ભેદભાવ વિના, સૌનો વિકાસ અને ભયમુક્ત રાજ્યનો નારા આપ્યો હતો. યોગી આદિત્યનાથની રેલીઓ પરિણામોમાં પ્રતિબિંબિત થઈ હતી અને પાર્ટીએ પ્રથમ વખત મેયરની તમામ બેઠકો જીતી હતી. અગાઉ, ભાજપ ક્યારેય મેયરની તમામ બેઠકો જીતી શક્યું ન હતું.
ભાજપે ગયા વર્ષે 16 મેયર પદોમાંથી 14 પર જીત મેળવી હતી. પરંતુ આ વખતે અલીગઢ અને મેરઠમાં પણ ભાજપે મેયરની ચૂંટણી જીતી છે. ગઈ ચૂંટણીમાં આ બંને બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. શાહજહાંપુરમાં પહેલીવાર ભાજપની અર્ચના વર્મા મેયરની ચૂંટણી જીતી છે.
યોગી આદિત્યનાથ જ્યાં પણ યુપીમાં પ્રચાર કરવા ગયા ત્યાં તેમણે ટ્રિપલ એન્જિન સરકારનો નારો આપ્યો. મેયરપદના 17 ઉમેદવારોમાંથી 14 નવા ઉમેદવારો હતા, જેને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કાનપુર, બરેલી અને મુરાદાબાદમાં ભાજપે વર્તમાન મેયર પર જ દાવ લગાવ્યો હતો.
બીજી વખત મેયર પદની ચૂંટણીમાં ભાજપના ચાર ઉમેદવારોનો વિજય થયો છે. કાનપુરથી પ્રમિલા પાંડે, મુરાદાબાદથી વિનોદ અગ્રવાલ, બરેલીના ઉમેશ ગૌતમ બીજી વખત મેયર બન્યા છે. જ્યારે હરિકાંત આહલુવાલિયા મેરઠથી ફરીથી મેયર તરીકે ચૂંટાયા છે. બીજેપીના બિહારી લાલ પહેલીવાર ઝાંસીની મેયરની ચૂંટણી જીત્યા છે.












Click it and Unblock the Notifications
