3 સપ્ટે.ના રોજ થશે મંત્રીમંડળ વિસ્તરણ, નવા મંત્રીઓ લેશે શપથ
સૂત્રો અનુસાર, નેરન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ માટે 3 સપ્ટેમ્બરની તારીખ નક્કી થઇ છે.
કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ રવિવાર એટલે કે 3 સપ્ટેમ્બર, 2017ના રોજ થશે. ઉપલબ્ધ માહિતી અનુસાર, રવિવારે કેબિનેટમાં ફેરબદલ, વિસ્તરણ અને શપથ સમારોહ પણ આયોજીત કરવામાં આવશે. જુલાઇ માસથી મોદી સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તારની ખબરો આવી રહી છે. હવે આખરે આ માટેની તારીખ સામે આવી છે. 3 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગે કેબિનેટ વિસ્તરણ થશે. કેબિટનેટ ફેરબદલની એકદમ પહેલાં જ 6 કેન્દ્રિય મંત્રીઓએ રાજીનામું આપ્યા બાદ હવે તેમની જગ્યા કોણ લેશે એની ચર્ચા શરૂ થઇ ગઇ છે.

રાજીવ પ્રતાપ રૂડી, ફગ્ગન સિંહ કુલસ્તે, કલરાજ મિશ્રા, નિર્મલા સીતારમણ, સંજીવ બલિયાન અને ઉમા ભારતીએ પોતાના રાજીનામાં રજૂ કર્યાં હતા. હવે પીએમ મોદીના મંત્રીમંડળમાં કોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે, એની પર સૌની નજર છે. હાલમાં થયેલ રેલ્વે અકસ્માતો બાદ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ પણ પોતાનું રાજીનામું રજૂ કર્યું હતું. નવા મંત્રીમંડળમાં રેલ્વેની જવાબદારી પરિવહન મંત્રી નિતિન ગડકરીને સોંપવામાં આવે એવી શક્યતાઓ છે. બીજી બાજુ, બિહારમાં મહાગઠબંધનની સરકાર તૂટ્યા બાદ નીતીશ કુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી છે. આ પછી જદયુના કેટલાક સાંસદ પણ કેબિનેટમાં જોડાય એવી શક્યતા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
