રોહિત શેખરની હત્યાની રાત, 90 મિનિટમાં અપૂર્વાએ કરી દીધો ખેલ ખતમઃ પોલિસ
દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચની ટીમે યુપી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યા મામલે તેમની પત્ની અપૂર્વા શુક્લ તિવારીની ધરપકડ કરી લીધી છે.
દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચની ટીમે યુપી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યા મામલે તેમની પત્ની અપૂર્વા શુક્લ તિવારીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ હવે અપૂર્વાને ટૂંક સમયમાં કોર્ટમાં હાજર કરવામાં આવશે. બુધવારે રોહિતની હત્યાના આરોપમાં અપૂર્વાની ધરપકડ બાદ પોલિસે કેસનો ખુલાસો કરતા જણાવ્યુ કે અપૂર્વા પોતાના લગ્નથી ખુશ નહોતી અને એટલા માટે તેણે આ હત્યાને અંજામ આપ્યો. 15 એપ્રિલની રાતે રોહિત શેખર જ્યારે દારૂ પીને ઘરે આવ્યો તો અપૂર્વાએ ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી. તમને જણાવી દઈએ કે રોહિત શેખર તિવારી 16 એપ્રિલની સવારે 4 વાગે પોતાના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યા હતા. રોહિતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો કેસ નોંધીને દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવ્યો.

એકલા જ આપ્યો હત્યાને અંજામ
દિલ્લી પોલિસના વરિષ્ઠ અધિકારી રાજીવ રંજને બુધવારે રોહિત શેખરની હત્યાના કેસનો ખુલાસો કરતા જણાવ્યુ, ‘અપૂર્વા શુક્લા તિવારી રોહિત શેખર સાથે લગ્ન થવાથી ખુશ નહોતી. 15 એપ્રિલના રોજ બહારથી દારૂ પીને ઘરે આવ્યો. તે વખતે તે ખૂબ જ નશામાં હતો અને તેની હાલત ઠીક નહોતી. ત્યારબાદ અપૂર્વા રોહિતના રૂમમાં ગઈ અને ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી. હત્યા બાદ અપૂર્વાએ ઘટના સ્થળેથી પુરાવા પણ હટાવી દીધા. આ બધુ કરવામાં અપૂર્વાને 90 મિનિટનો સમય લાગ્યો અપૂર્વાએ કોઈની મદદ વિના એકલા જ હત્યાને અંજામ આપ્યો.' તમને જણાવી દઈએ કે અપૂર્વાની ત્રણ દિવસની લાંબી પૂછપરછ બાદ પોલિસે ધરપકડ કરી. આ પહેલા ક્રાઈમ બ્રાંચની ટીમ અપૂર્વા શુક્લ તિવારી, એક નોકરાણી અને એક નોકરની પૂછપરછ કરવા માટે એક અજ્ઞાત જગ્યાએ લઈને ગઈ અને ત્યારબાદ અપૂર્વાની ધરપકડ કરવામાં આવી.

નજીકના નોકરની ઘણી વાર કરી પૂછપરછ
સૂત્રો મુજબ આ કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે રોહિત શેખરના મુખ્ય નોકર ઉર્ફે ભોલુની ઘણી વાર પૂછપરછ કરી હતી. ભોલુને રોહિત શેખરનો નજીકનો નોકર બતાવવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ નોકરોના નિવેદન નોંધવામાં આવી ચૂક્યા છે. રોહિત શેખરના નોકરની સાક્ષા અને કેસમાં પોલિસને મળેલા સીસીટીવી ફૂટેજથી ખુલાસો થયો કે 15 એપ્રિલની રાતે રોહિતની હત્યા થઈ, તે રાતે ઘરમાં લાગેલા સાત સીસીટીવી કેમેરામાંથી બે કેમેરા કામ નહોતા કરતા. સવારે 4 વાગે રોહિત પોતાના રૂમમાં રહસ્યમય હાલતમાં મૃત મળી આવ્યા. જો કે ચોંકાવનારી વાત એ હતી કે આ દરમિયાન કોઈ પણ તેને જગાડવા નહોતુ આવ્યુ.

ફોરેન્સિક ટીમે એકઠા કર્યા ઘટના સ્થળેથી પુરાવા
દિલ્લી પોલિસે ગયા ગુરુવારે રોહિત શેખરનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધ્યો હતો. રોહિતના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો હતો કે તેને ગળુ દબાવીને મારવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના ખુલાસા બાદ દિલ્લી પોલિસે આ કેસને ક્રાઈમ બ્રાંચને સોંપી દીધો. ત્યારબાદ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વિભાગની ટીમ દિલ્લીની ડિફેન્સ કોલોની સ્થિત રોહિત શેખરના ઘરે પહોંચી અને ક્રાઈમ સીનને રીક્રિએટ કરીને ઘટના સ્થળેથી મહત્વના પુરાવા એકઠા કર્યા.

દિલ્લીમાં થઈ હતી રોહિત-અપૂર્વાની મુલાકાત
ઉલ્લેખનીય છે કે રોહિત શેખરની પત્ની અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. અપૂર્વા મૂળ રીતે ઈન્દોરની રહેવાસી છે. તેની અને રોહિતની મુલાકાત દિલ્લીમાં થઈ હતી. અપૂર્વાના પિતા પણ વ્યવસાયે વકીલ છે. તમને જણાવી દઈએ કે યુપી અને ઉત્તરાખંડના સીએમ રહેલા નારાયણ દત્ત તિવારી લાંબા સમય સુધી રોહિતને પોતાનો પુત્ર માનવાનો ઈનકાર કરતા રહ્યા હતા. 2014માં તિવારએ અદાલતના આદેશ બાદ રોહિતને પોતાનો પુત્ર સ્વીકાર કરી લીધો હતો. એનડી તિવારીનું 93 વર્ષની વયે 18 ઓક્ટોબર 2018ના રોજ નિધન થયુ હતુ. રોહિત જાન્યુઆરી 2017માં ભાજપમા શામેલ થયા હતા અને એક વર્ષ પહેલા જ તેમણે અપૂર્વા સાથે લગ્ન કર્યા હતા.












Click it and Unblock the Notifications
