Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બ્રિટનની સંસદમાં ઉઠ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો, જાણો શું કહ્યુ બ્રિટનની સરકારે?

ભારતમાં 100 દિવસથી ચાલી રહેલ ખેડૂત આંદોલનનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠાવવામાં આવ્યો.

લંડનઃ ભારતમાં 100 દિવસથી ચાલી રહેલ ખેડૂત આંદોલનનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠાવવામાં આવ્યો. ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂત આંદોલન પર ચર્ચા બ્રિટનની સંસદમાં થઈ. આ ચર્ચા દરમિયાન બ્રિટિશ સરકારે કહ્યુ કે ખેડૂત અને કૃષિ સુધાર ભારતનો આંતરિક મામલો છે. આપણે ભારતના ઘરેલુ મામલામાં દખલ ન દેવી જોઈએ. મંત્રી નિગેલ એડમ્સે કહ્યુ કે બ્રિટનના મંત્રી અને અધિકારી ભારતીય સમકક્ષોથી ખેડૂત આંદોલન પર સતત વાત કરે છે. અમને આશા છે કે ભારતની સરકાર ખેડૂતો સાથે વાતચીત કરીને આ મુદ્દાનો જલ્દી કોઈ ઉકેલ લાવશે. વિરોધ પ્રદર્શનમાં શામેલ ખેડૂતોની સુરક્ષા અને પ્રેસની સ્વતંત્રતા માટે ભારતની મોદી સરકાર પર દબાણ બનાવવાની બ્રિટનની સંસદમાં કરવામાં આવેલી અરજી બાદ આ ચર્ચા થઈ.

britain

ભારતની નરેન્દ્ર મોદી સરકાર પર દબાણ બનાવવા માટે બ્રિટનની સંસદમાં કરવામાં આવેલી અરજી પર એક લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. ભારતના ખેડૂત આંદોલન પર લંડનના પોર્ટકુલિસ હાઉસમાં 90 મિનિટ સુધી ચર્ચા ચાલી. ચર્ચા દરમિયાન કંઝર્વેટીવ પાર્ટીના થેરેસા વિલિયર્સે કહ્યુ કે કૃષિ ભારતનો આંતરિક મામલો છે માટે ભારતના કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન પર કોઈ પણ વિદેશી સંસદમાં ચર્ચા ન કરી શકાય. આ ચર્ચામાં જવાબ આપવા માટે મંત્રી નિગેલ એડમ્સને પ્રતિનિયુક્ત કરવામાં આવ્યા હતા.

બ્રિટનના મંત્રી નિગેલ એડમ્સે લોકોના સવાલોના જવાબ આપીને કહ્યુ, 'કૃષિ સુધાર ભારત આંતરિક અને ઘરેલુ મુદ્દો છે. જો કે અમારા પ્રતિનિધિ ભારત સરકાર સાથે સતત આ મુદ્દા વિશે વાત કરી રહ્યા છે. આશા છે કે જલ્દી કોઈ ઉકેલ આવશે.' બ્રિટનના રાજ્યમંત્રી નિગેલ એડમ્સે ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ અને પ્રેસ સ્વતંત્રતાના મુદ્દે સંસદમાં કહ્યુ, 'યુકે સરકારનુ દ્રઢતાથી માનવુ છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર કોઈ પણ લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે પરંતુ અમે એ પણ સ્વીકારીએ છીએ કે જો કોઈ વિરોધ કાયદાની રેખાને પાર કરે તો સુરક્ષાબળ લોકતંત્રને કાયદો અને વ્યવસ્થા લાગુ કરવાનો અધિકાર છે.'

મંત્રીએ એ પણ કહ્યુ કે ભારત સરકાર અને ખેડૂત સંઘો વચ્ચે ચાલી રહેલ વાતચીતના સકારાત્મક પરિણામ હશે. બ્રિટિશ સંસદીય સંમેલન અનુસાર યુકે સરકાર અને સંસદની વેબસાઈટ પર 10,000 હસ્તાક્ષરવાળી અરજીઓને સરકાર તરફથી પ્રતિક્રિયા મળે છે અને જે અરજીઓ પર 100,000 હસ્તાક્ષર મળે તેના પર લગભગ હંમેશા ચર્ચા થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X