શું CJI આવશે RTIની સીમા હેઠળ? શું થશે કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોનું, SCનો આજે ચુકાદો
સુપ્રીમ કોર્ટ આજે ઘણા મહત્વના કેસમાં પોતાના ચુકાદા સંભળાવી શકે છે જેમાં સીજેઆઈ ઓફિસને આરટીઆઈ હેઠળ આવવા, કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોનો કેસ અને ફાઈનાન્સ એક્ટ 2017ની વૈધતા મહત્વના છે.
સુપ્રીમ કોર્ટ આજે ઘણા મહત્વના કેસમાં પોતાના ચુકાદા સંભળાવી શકે છે જેમાં સીજેઆઈ ઓફિસને આરટીઆઈ હેઠળ આવવા, કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોનો કેસ અને ફાઈનાન્સ એક્ટ 2017ની વૈધતા મહત્વના છે. વાસ્તવમાં દિલ્લી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયને આરટીઆઈ હેઠળ લાવવાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટના ચુકાદા સામે અરજી દાખલ કરવામાં આવી હતી, આ અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવી શકે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ પોતાનો ચુકાદો સંભળાવશે જેની અધ્યક્ષતા જસ્ટીસ રંજન ગોગોઈ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે કોર્ટ આ મુદ્દે પોતાનો ચુકાદો બપોરે બે વાગે સંભળાવી શકે છે. પાંચ જજોની બેંચમાં જસ્ટીસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટીસ એનવી રમના, ડીવાઈ ચંદ્રચૂડ,દીપક ગુપ્તા અને સંજીવ ખન્ના શામેલ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આ મુદ્દે ચુકાદો સંભળાવવા વિશે સુપ્રીમ કોર્ટે પોતાની અધિકૃત વેબસાઈટ પર મંગળવારે બપોરે માહિતી આપી હતી.

કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો
સુપ્રીમ કોર્ટે બે અન્ય મહત્વના કેસમાં પણ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. જેમાં કર્ણાટકા 17 ધારાસભ્યોનુ સસ્પેન્શન અને કોર્ટ એક્ટ 2017ની બંધારણીય વૈધતા પર કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. ચાર એપ્રિલને રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અને તેના સેન્ટ્રલ પબ્લિક ઈન્ફોર્મેશન અધિકારી તેમજ સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને હાઈકોર્ટના ચુકાદા સામે 2010માં અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

હાઈકોર્ટે સંભળાવ્યો હતો ચુકાદો
10 જાન્યુઆરી 2010ના રોજ દિલ્લી હાઈકોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદામાં કહ્યુ હતુ કે સીજેઆઈની ઓફિસ આરટીઆઈની સીમામાં આવે છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતાન અર્થ એ નથી કે જજોને પણ આ અધિકાર મળેલ છે ઉલટાનુ તેમના પર વધુ જવાબદારી છે. વાસ્તવમાં એ સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ કેજી બાલકૃષ્ણને એક આરટીઆઈનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો હતો.
તમને જણાવી દઈએ કે હાઈકોર્ટનો આ ચુકાદો ત્રણ જજોની બેંચે સંભળાવ્યો હતો જેમાં ચીફ જસ્ટીસ એપી શાહ, જસ્ટીસ વિક્રમજીત સેન, જસ્ટીસ એસ મુરલીધર શામેલ હતા. બેંચે સુપ્રીમ કોર્ટની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે જો મુખ્ય ન્યાયાધીશનુ કાર્યાલય આરટીઆઈની સીમામાં લાવવામાં આવે તો ન્યાયપાલિકાન સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ જશે. તમને જણાવી દઈએ કે જસ્ટીસ સેન સુપ્રીમ કોર્ટના જજ બન્યા બાદ રિટાયર થઈ ગયા જ્યારે જસ્ટીસ મુરલીધર હજુ પણ હાઈકોર્ટના જજ છે.

કર્ણાટકના ધારાસભ્યો પર પણ આજે ચુકાદો
ઉલ્લેખનીય છે કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોના મુદ્દે દાખલ અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. તમને જણાવી દઈએ કે આ ધારાસભ્યોના અયોગ્ય જાહેર થયા બાદ કુમારસ્વામીને પોતાના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ. ત્યારબાદ ભાજપે રાજ્યમાં સરકાર બનાવી અને બીએશ યેદિયુરપ્પા રાજ્યા મુખ્યમંત્રી બન્યા. અયોગ્ય ધારાસભ્યોમાંથી અમુક ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે તેમની પાસે સ્વેચ્છાથી રાજીનામુ આપવાનો અધિકાર છે એવામાં સ્પીકર દ્વારા અમને અયોગ્ય ઠેરવવા ખોટુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
